________________
૮૧૬
થતાં મુનિશ્રી ત્રિલોચનવિજયજી સંયમસાધનામાં લાગી ગયા. દાદાગુરુદેવોનું અને પોતાના ગુરુદેવનું સંયમજીવન આંખ સામે રાખી તપ–ત્યાગ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને આજ્ઞાંકિતપણાને આત્મસાત્ કર્યાં, ગુરુસમર્પણભાવ અને ગુરુ-આજ્ઞા તેઓશ્રીનો જીવનમંત્ર બની ગયો. તેઓશ્રી તપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓશ્રીમાં એક બીજી પણ વિશેષતા હતી કે, તેઓશ્રી હંમેશ દોષરહિત ગોચરી વાપરવા—લાવવામાં સાવધાન રહેતા. અન્ય સાધુઓને વાચનામાં પણ ગોચરીના ૪૨ દોષોનો એવો સુંદર ખ્યાલ આપતા કે સાધુઓ તે દોષમાંથી બચવાનો ખ્યાલ રાખે. વળી, ‘દેહ દુ:ખમ્, મહા લમ્' આ મંત્ર તેઓશ્રીના જીવનમાં ઊંડે સુધી વણાઈ ગયો હતો. દેહનું દુઃખ સહન કરવા શ્રદ્ધાનું આત્મબળ જોઈએ અને અંતરાત્મામાં સહનશીલતા પરિણમવી જોઈએ-એમ તેઓશ્રી માનતા. આ વાતની પ્રતીતિ પૂજ્યશ્રીના જીવનના અંત સુધી જોવા મળે છે.
હતા.
મુનિશ્રી ત્રિલોચનવિજયજી મહારાજને તેમની સંયમજીવનની ઉત્કટ સાધનાની યોગ્યતા જાણીને સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના અહમદનગરમાં પંન્યાસ પદથી અને સં. ૨૦૨૯ના માગશર સુદ ૨–ને દિવસે અમલનેરમાં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ. આ. શ્રી વિજયયશોદેવ-સૂરીશ્વરજી મહારાજના શિષ્યપરિવારમાં સૌ પ્રથમ સૂરિપદારૂઢ થનારા પૂજ્યશ્રી હતા. પૂ. ગુરુદેવ સાથે છેલ્લું ચોમાસું મહારાષ્ટ્ર છોડી રાજસ્થાન-સિરોહીમાં કર્યું. સં. ૨૦૨૮માં પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા. પૂ. આ. શ્રી વિજયત્રિલોચનસૂરિજીને આ આઘાત કારમો હતો, પણ સમતા કેળવી હતી. જવાબદારી સમજ્યા મહારાષ્ટ્રવાસીઓની ચિંતા દૂર કરવા તેઓશ્રી પોતાના શિષ્યપરિવાર સાથે મહારાષ્ટ્ર પધાર્યા અને તે પ્રદેશને પોતાની કર્મભૂમિ બનાવી. ગુરુદેવનું સ્થાન સંભાળી અનંતી કૃપાનો વરસાદ વરસાવ્યો. એ પ્રદેશમાં ગામેગામ વિચરી શ્રાવકોને શ્રીસંઘ પ્રત્યેની ફરજો અને શાસ્ત્રોક્ત વ્યવસ્થા વગેરે સમજાવી દોષોથી વાર્યા. યુવાન ભાઈ-બહેનોને પણ વડીલોને નિત્ય વંદન કરતાં તેમ જ દેવદર્શન, પૂજા- અને ગુરુવંદન આદિમાં રસ લેતાં કર્યાં. આ પ્રદેશનાં નાનાં-મોટાં શાસનકાર્યો કે મતભેદો માટે તેઓશ્રી સદા જાગૃત રહેતા. અમલનેર તરફનો પૂ.આ. શ્રી વિજયત્રિલોચનસૂરિજી મહારાજનો વિહાર ચાલુ હતો. ચાર-પાંચ માઇલનું અંતર
Jain Education International
જિન શાસનનાં
બાકી હતું. પૂજ્યશ્રી એક પછી એક વિચારમાં ગૂંથાઈ રહ્યા હતા. અમલનેર સંઘના મતભેદ મિટાવી સર્વનું કલ્યાણ કરીશું. ગુરુબંધુને ભેટીશું. તેવામાં સામેથી કાળ સમી એક એમ્બેસેડર કાર આવી અને ધક્કો લાગ્યો. સાથેના શ્રમણભગવંતો અને આસપાસના સૌ ભેગા થઈ ગયા. ભક્તો પણ આવી પહોંચ્યા. અમલનેર લાવી ઉપચારો શરૂ કર્યા. ગામેગામથી સંઘના આગેવાનો અને ભાવિક ભક્તો શાતા પૂછવા આવવા લાગ્યા. “હું શાતામાં છું. મારી ચિંતા કરશો નહીં. મોટરવાળાનો કોઈ દોષ નથી, તેને કાંઈ કહેશો નહીં, લઢશો નહીં.” આમ રટણ ચાલુ હતું. બંધક મુનિ, ગજસુકુમાલ મહાત્મા અને મેતારજ મુનિને થયેલા ઉપસર્ગો યાદ કરે છે. પોતાની વેદનાને હળવી બનાવે છે. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ આરાધના કરાવે છે. “મહાત્મા, જાગો છો ને? સાવધાન! સાવધાન! ખરો અવસર આવ્યો છે.” અને ખરેખર મહારાષ્ટ્ર નિરાધાર બન્યું. હંસલો ઊડી ગયો! દીપક બુઝાઈ ગયો! ગુરુદેવ છેલ્લી ક્ષણ સાધી ગયા. બંને ભવ સુધારી ગયા. સમતાના સાગર, કરુણાવત્સલ, પરહિત–ચિંતક અને ગુર્વાક્ષામંત્રને જીવનમાં ઉતારનારા પૂ.આ. શ્રી વિજયત્રિલોચનસૂરિજી મહારાજ સાહેબનાં ચરણે કોટિશઃ વંદના!
સૌજન્ય : પૂ. પંન્યાસંશ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, બેંગલોર સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક, માલવદેશોદ્ધારક અને શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક પૂ. આ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.
પૂ. ચંદ્રસાગરસૂરીશ્વારજી મહારાજ શ્રી વર્ધમાન આયંબિલ તપ અને શાશ્વતી શ્રી નવપદજી ઓળીની આરાધનાના પ્રસારક તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. પૂજ્યશ્રીનો જન્મ અમદાવાદ દોશીવાડાની પોળમાં કૂવાવાળા ખાંચામાં શેઠશ્રી
જેશીંગભાઈ પટવાને ઘેર સુશ્રાવિકા પ્રધાનબહેનની કુક્ષિએ સં.
આચાર્યશ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org