________________
૭૨૧
ઝળહળતાં નક્ષત્રો શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ તરીકે અલંકૃત કરવાનો એ ઐતિહાસિક અવસર હતો.
પૂજ્યપાદશ્રીનાં ચાતુર્માસો ભવ્ય રીતે ઠેરઠેર થયાં છે. પાલનપુર, આંબલીપોળ (અમદાવાદ), પાદરા, નવસારી, ગોડીજી (મુંબઈ), પૂના, ડીસા, વિજાપુર, રાજકોટ, ભાવનગર, મલાડ (મુંબઈ), પુંધરા, સાબરમતી, નવસારી, વાલકેશ્વર, ગોરેગાંવ, મહુડી એમ વિવિધ સ્થળોએ પૂજ્યપાદશ્રીનાં ચાતુર્માસ સંપન્ન થયાં છે.
પૂજ્યપાદશ્રીના હસ્તે નિર્માણ પામ્યાં છે અનેક ઉપાશ્રયો જેવા કે, નવસારી મહાવીર સોસાયટી, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી વિજાપુરતીર્થ સોસાયટી-વિજાપુર, ધાનેરા, જૂના ડીસા, કુંભાસણ, સુરત-સૈફી સોસાયટી, ધનાલી, સુરત-મગદલ્લા શ્રી નાગેશ્વરતીર્થ, સીરસાડ, લોદરા, આજોલ, ગવાડા, પુંધરા, મિરામ્બિકા (અમદાવાદ), સોલા રોડ (અમદાવાદ), સુપાર્શ્વનાથ-વાલકેશ્વર-મુંબઈ, વસઈ-દહીસર, ભાવનગર આયોજનાર (અમદાવાદ)–એમ સંખ્યાબંધ ઉપાશ્રયો તથા તીર્થ નિર્માણ થયેલ છે.
પૂજ્યપાદશ્રીનો શિષ્યગણ : પૂ. આ. ભ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ.પંન્યાસ શ્રી સુદર્શન કીર્તિસાગર મ.સા., પૂ. પ્રવર્તક શ્રી યશકીર્તિસાગર મ.સા., પૂ. પંન્યાસ શ્રી ઉદયકીર્તિ સાગર મ.સા., પૂ. પંન્યાસ શ્રી રાજકીર્તિસાગર મ.સા., મુનિરાજ શ્રી પ્રસન્નકીર્તિ સાગર મ.સા., મુનિરાજ શ્રી જયકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી અનંતકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી વિશ્વોદયકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી વિદ્યોદયકીર્તિસાગર મ.સા. પૂજ્યપાદશ્રીના હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓની સંખ્યા ૮૬ જેટલી છે, જેમાંની મુખ્ય તે પાલનપુર, ગોરેગાંવ (મુંબઈ), અંધેરી, ગાંભૂ, મહુડી (અંજનશલાકા), માણસા, ભીલડિયાજી તીર્થ, જૂના ડીસા, ખીમત, ધાનેરા, નવસારી, ગવાડા, આજોલ, વિજાપુર, ધરણીધર સોસાયટી (અમદાવાદ), મિરામ્બિકા-અમદાવાદ, સુરત, પ્રાંતિજ, સોલારોડ, આબુનગર, ઝવેરીપાર્ક-અમદાવાદ, સાબરમતી, સીરસાડ વગેરે છે. હમણાં જ તા. ૩-૮-૦૭ના સવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ટી.વી. ચેનલ અને દૈનિકપત્રો દ્વારા આ સમાચાર વિસ્તારથી પ્રગટ થયેલા.
સૌજન્ય : લોપાબેન સૌમિલભાઈ ભાવનગરી,
હ. ધ્વનીલ-ચેલીશા
પરમ તપસ્વી, મહાન શાસનપ્રભાવક, વર્તમાન
ગચ્છાધિપતિ, દક્ષિણ દિવાકર -
પૂ. આચાર્યશ્રી વિજયઅશોકરત્નસૂરીશ્વરજી મહારાજ | ગુજરાતમાં વડોદરા પાસેનું છાણી ગામ ભવ્ય શ્રી શાંતિનાથ જિનાલયોથી શોભાયમાન પોતાનો પુણ્યપ્રકાશ પાથરી રહ્યું છે. શ્રી મહાવીર ભગવાન, શ્રી પાર્શ્વનાથ અને શ્રી કુંથુનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનાં ભવ્ય દહેરાસરો, ઉપરાંત ઉપાશ્રયો, ધર્મશાળાઓ, આયંબિલખાતું તથા જ્ઞાનમંદિરથી યુક્ત છાણીનગરમાં શાહ ચંદુલાલ છોટાલાલનાં ધર્મપત્ની શ્રી કમળાબહેનની કુક્ષિએ સં. ૧૯૮૨ના જેઠ સુદ ૧૩ની મધ્યરાત્રિએ પુત્રરત્નનો જન્મ થયો. છાણી ગામમાં ધર્મમય વાતાવરણ તો હતું જ, એમાં સુસંસ્કારોની સુગંધ મળતાં સોનામાં સુગંધ'નો ન્યાય થયો અને પૂજ્યશ્રીને સં. ૨૦૦૧માં પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી શાંતિનાથ ભગવાનના પ0 વર્ષના પ્રતિષ્ઠાના મહોત્સવ વખતે પૂ. ઉપાધ્યાયજી મહારાજના સંસર્ગમાં આવતાં વૈરાગ્યભાવના પ્રગટી. તે જ વર્ષે પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ખંભાતથી શાહ કેશવલાલ વજેચંદ તરફથી છ'રીપાલિત સંઘમાં જોડાઈને પાલિતાણામાં ચૈત્ર સુદ ૪ ને દિવસે સંઘમાળ પછી, પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી મહારાજની આચાર્યપદવી થઈ તે સાથે તેમની દીક્ષા પણ થઈ. પૂ. આચાર્યશ્રી ભુવનતિલકસૂરિના શિષ્ય તરીકે મુનિશ્રી અશોકવિજયજી નામે જાહેર થયા અને તે જ વર્ષે ત્યાં પાલિતાણા પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણે કરી. સંયમજીવન સ્વીકાર્યા પછી પૂ. ગુરુભગવંતને આજીવન જીવન સમર્પિત કર્યા પછી સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા. ગુરુદેવ અને પૂ. વડીલ ગુરુબંધુ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની નિશ્રામાં પ્રકરણગ્રંથો અને આગમગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું. પૂ. ગુરુદેવ સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્ર અને કર્ણાટકમાં વિહાર કરીને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરાવ્યાં. શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી સમવાયાંગસૂત્રનાં યોગોદહન કર્યાં. વીશસ્થાનક તપ, પાંચ વર્ષીતપ, પંદર ઉપવાસ, અઠ્ઠાઈ તપ, ૨૪ ભગવાનનાં એકાસણાં, પાંચે કલ્યાણકોની આરાધના, પોષ દશમી તપની, સહસૂકટ તપ ૧૭૦ જિનની આરાધના કરી છે. વર્ધમાન તપ સો ઓળી સૂરિમંત્ર પાંચપીઠ ચાર વખત.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org