________________
ઝળહળતાં નક્ષત્રો
પ્રસન્નચંદ્રવિજયજી, (સં. ૨૦૧૪માં,) સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈના સુપુત્ર હેમંતકુમાર તે હાલ આ.શ્રી સોમચંદ્રસૂરિજી, (સં. ૨૦૨૫માં) સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈની સુપુત્રી કુ. નયનાબહેન તે હાલ સાધ્વીશ્રી યશસ્વિનીશ્રીજી તરીકે ચારિત્ર્યધારી બન્યાં.
પૂ. આચાર્યશ્રીહસ્તે મહત્ત્વનાં શાસનકાર્યો : પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેક સ્થાનોએ અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવો પ્રભાવનાપૂર્વક ઊજવાયા છે, જેમાં મુંબઈ-માટુંગા, મુલુન્ડ, ચોપાટી, જોગેશ્વરી, વાલકેશ્વર (આદીશ્વર), બાબુલનાથ, ભાયખલા; અમદાવાદ–સાબરમતી, પાંજરાપોળ, ગિરધરનગર, સોમેશ્વરા કોમ્પ્લેક્સ (સેટેલાઇટ રોડ); સુરત-શાહપુર, રાંદેર રોડ, સૂરજમંડન પાર્શ્વનાથ, ભાવનગર–દાદાસાહેબ તેમ જ નાગેશ્વર તીર્થ, ગઢ (બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્યસ્વામી શતાબ્દીમહોત્સવ, અમરેલી, પાલિતાણા–જિનહરિવિહાર, આરીસાભવન, ધર્મશાંતિ આરાધનાભવન, ૧૦૮ સમોવસરણ મહાવીરસ્વામી જિનપ્રાસાદ અને પીપરલા-કીર્તિધામ વગેરે કુલ ૫૪ અંજનશલાકા અને ૨૦૦ ઉપરાંત નાની મોટી પ્રતિષ્ઠાઓ કરાવેલ છે.
સમાધિપૂર્ણ કાળધર્મ :-કેટલાંક લોકો હોય છે કે જેઓ જીવનને સદ્ધરતાથી પૂરું કરે છે આ પૂજ્ય આચાર્યશ્રીએ પણ શાસનમાં અનેક કાર્યોને સંપન્ન કરી સં. ૨૦૬૨ની શ્રા. સુ. ૧૪ સાંજે ૭-૨૭ મિનિટે મુંબઈ-ખેતવાડી મુકામે અર્થસંપન્ન બિલ્ડીંગમાં અંતિમ શ્વાસ મૂક્યો. શાસનને ખરેખર ચંદ્ર જેવા સૌમ્ય અમે મહામના સૂરિવરની દુઃસહ્ય ખોટ પડી.
એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કોટિશઃ વંદન! સૌજન્ય : ૧૦૮ સમવસરણ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલિતાણા સર્વત્ર જિનશાસનની યશ
જ્યોત જલાવનાર પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી
મ.સા.
જન્મ : ૯-૧૦-૧૯૨૫
દીક્ષા : ૪-૫-૧૯૪૯
ગણિ : ૧૮-૧-૧૯૭૨
Jain Education International
૭૪૫
પંન્યાસ : ૨૮-૨-૧૯૭૫ આચાર્ય : ૮-૩-૧૯૭૬
વલસાડ જિલ્લાના અણગામ ગામની ભોમકા એ દિવસે ધન્ય બની ગઈ, કારણ કે એ દિવસે આ ગામે સમસ્ત જૈન આલમને આત્મપ્રભા થકી અજવાળનાર એક તેજસ્વી તારકનો જન્મ થયો હતો. પિતા ગણેશમલજી અને માતા ચંદનાબાઈનું એ ત્રીજું સંતાન કસ્તૂરીની સુગંધ જેવું જ નામ કસ્તૂરચંદ. સંવત ૧૯૮૧ની એ તારીખ એટલે તા. ૯-૧૦-૧૯૨૫નો એ મહિમાવંત દિવસ અને તેજસ્વી બાળક એ જ જિન શાસનને
જયવંતુ બનાવનાર આપણા સહુના આદરણીય આચાર્ય ભગવંત પૂ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ, શૈશવકાળથી જ સંસારમાં રહ્યુ છતે એમનું મનપંખી વીતરાગની વાટે ઉડ્ડયન કરવા માટે ઉત્સુક હતું. સંસારમાં તો હોય મોહ અને માયા, રાગ અને ભોગ, પણ એમનું હૃદય તો વૈરાગ્ય ભાવ તરફ અભિમુખ બન્યું હતું. સંસારના ભાવોમાં ચિત્ત ચોંટતું ન હોતું. દૂર દૂરથી જાણે કોઈ અગમ-અગોચર તત્ત્વનો સાદ આવી રહ્યો હતો. આવ, બાળક, આવ સંસારનાં ભોગસુખો એ તારી મંઝિલ નથી. તારો માર્ગ તો નિશ્ચિત થઈ ચૂક્યો છે. તારે તો વીતરાગતાના પંથે પગલાં માંડવાનાં છે. તારી મંઝિલ અહીં છે. સતત વિચારોમાં ડૂબી જવું. સતત આત્માભિમુખ બની જવું. ક્યારેક જાતમાં ખોવાઈ જવું ને આત્મજળના ઊંડાણમાં ડૂબકી લગાડવી......આ બધાં લક્ષણો વૈરાગ્ય ભાવને વ્યક્ત કરનારાં હતાં. મન માયા મમતાથી અળગું બની ગયું હતું. દિલમાં આત્મદીપક પ્રગટી ચૂક્યો હતો અને બન્યું પણ એમ જ.
સંસારી અવસ્થામાં જ તેમને પૂ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ મુંબઈ, કોટમાં થયો અને એમનું મન અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યું. (વિ.સં.૨૦૦૪) તરસ્યા ને જાણે જળ મળ્યું! ભૂખ્યાને જાણે ભોજન મળ્યું. મન તો હતું જ, પણ માર્ગ મળતો ન હતો, પણ પૂજ્યશ્રીનો સમાગમ થતાં જ જાણે પંખીને ઊડવા માટે આકાશ મળી ગયું અને જીવનની દિશા અને આત્માની ભાવદશા બદલાઈ ગઈ, મોહશત્રુ ડરી ગયા! તપ, ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જવા માટે તેઓશ્રી તત્પર બન્યા. ભાવના ભરપૂર હતી. ઇચ્છા ગજવેલ જેવી હતી. સંકલ્પ લોહ સમો દૃઢ હતો ને સંયમ ગ્રહણની ચિરમનીષા સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી. સંવત ૨૦૦૫ની વૈશાખ સુદ છઠ્ઠ, તા. ૪-૫-૧૯૪૯નો એ ધન્ય દિવસ હતો અને પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપવામાં આવી.
સાધુ જીવનમાં જૈન આગમો અને અન્ય શાસ્ત્રોનું
For Private & Personal Use Only
www.jainelibrary.org