________________
૭૪૬
એમણે ગહન અધ્યયન કર્યું. સમય, સતત, તપ, આરાધના, ગુરુભક્તિ અને શાસ્ત્રાભ્યાસમાં જ વ્યક્ત થતો. સતત સ્વાધ્યાય અને સતત ચિંતન, શિલ્પશાસ્ત્ર વ્યાકરણ અને જ્યોતિષના વિષયોમાં તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું.
ગુરુ ભગવંત પાસે રહીને તેઓશ્રીની શાસન સેવામાં મુનિ શ્રી કલ્યાણસાગરજી સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ એ બે હતા એમના જીવનમંત્રો. સં. ૨૦૨૮ની સાલમાં તા. ૧૮-૧-૧૯૭૨ના રોજ અમદાવાદ મુકામે તેમને ગણિ પદ અર્પણ કરાયું. એ પછી સં. ૨૦૩૧ના વર્ષમાં તા. ૨૮-૨-૧૯૭૫ના પાવન દિવસે તેઓશ્રીને પન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૨૦૩૨ના ફાગણ સુદ સાતમના દિવસે તા. ૮-૩-૧૯૭૬ના રોજ જામનગર મુકામે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ઉત્તર ગુજરાતનું ગરવું જૈન તીર્થ એટલે મહેસાણાનું શ્રી સીમંધર સ્વામી જિનાલય. મહેસાણાના આ મહાતીર્થના સ્વપ્નદૃષ્ટા અને વિકાસમાં પૂજ્ય આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અગ્ર સ્થાને અને નોંધપાત્ર છે. પ.પૂ. ગુરુદેવ આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના હાર્દિક આશીર્વાદથી દક્ષિણ ગુજરાતની ધરતીને પાવન કરતું પ્રસિદ્ધ મહાતીર્થ ભીલાડ સ્ટેશન નજીક નંદિગામે સાકાર થવા પામ્યું છે. આ ઓસિયાજી મહાતીર્થનું નિર્માણ પૂ. આ.ભ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનને કારણે શક્ય બન્યું છે. આ ભવ્યાતિભવ્ય મહાતીર્થ જિનશાસનને જગતમાં જયવંતું કરનાર બની રહ્યું છે. ૨૦૪૬માં મહા સુદ૧૪ના શુભ દિને કરાવી. ૨૦૪૯, પોષ વદ-૯ રાધનપુરથી પાલિતાણા ૨૭ દિવસનો છ'રીપાલિત સંઘ કુટુંબના વડીલ કાનજીભાઈ જેચંદભાઈ ગાંધી પરિવારના નામે નીકળ્યો, જેમાં ૫૦૦ યાત્રિકો, ૧૫૦૦ અન્ય ગામોના મહેમાનો અને છેલ્લે સંઘમાળ વખતે ૧૫૩ બસોનું આવાગમન.
૨૦૫૭માં મહા સુદી–૧૪, સુરતમાં અડાજન રોડ, દીપા કોમ્પ્લેક્ષમાં મૂળનાયક વિમલનાથ પરમાત્માની શુભ પ્રતિષ્ઠા કરાવી. તેમ જ વંશવારસોને ધજા, દંડ-ધજારોપણવિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સિવાય નારણપુરા, ગોદાવરી, વિજય-નગર બોરીજ, રાંતેજ, સૂરત, આદિ રાજનગરનાં મહત્ત્વનાં જિનાલયોમાં શાસનરક્ષક દેવદેવીઓની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા થઈ. શ્રી મીરામ્બિકા જૈન સંઘમાં તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર-દેવ તથા સૂરિમંત્રની અધિષ્ઠાત્રી શ્રી મહાલક્ષ્મીજીની દેવકુલિકા નિર્માણ કરાવી
Jain Education International
જિન શાસનનાં
પ્રતિષ્ઠા દ્વારા શ્રી સંઘને મોટી આવક કરાવવામાં પૂજ્યશ્રી નિમિત્ત બન્યા, જેના પ્રભાવે શ્રી સંઘની આરાધનાભવન બનાવવાની ભાવના પરિપૂર્ણ થઈ.
સમગ્ર જિનશાસનની યશોગાથારૂપ મહાતીર્થ સ્વરૂપ જિનમંદિર, પ્રભુભક્તિ કરીને પૂજ્યશ્રીએ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જે કદાચ તીર્થંકર નામ-કર્મ બંધાવે.....મોટી શાંતિ સાંભળીને પાટણના એક ઝવેરી એટલા બધા સુપ્રસન્ન થઈ ગયા હતા કે બીજે દિવસે નવગ્રહની માળા– મણિઓનો ડબો લઈને આવ્યા અને પૂજ્યશ્રીને કહ્યું કે ‘આમાંથી જે કાંઈ ખપ હોય તે લઈ લ્યો!' પૂજ્યશ્રીએ તે શ્રાવકને એટલી જ પ્રસન્નતાથી ‘ના’ પાડી. શાસ્રસિદ્ધાંતના નીતિનિયમોમાં સતત જાગ્રત અને ગુરુપ્રેરિત કાર્યોમાં સતત કાર્યરત પૂજ્ય આચાર્યદેવ દીર્ઘકાળસુધી શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના..!
સૌજન્ય : શ્રી કલ્યાણ સેવા સંઘ, સવાણીની સ્કુલ રોડ, પાસ રોડ, સુરત પૂ.આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
આચાર્યશ્રી
પૂ.
વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્વ-પર ઉપાસક આત્મસાધનાના ધ્યેયને વરેલા પોતાની શક્તિ, સફળતા અને વિદ્વતાને છુપાવી રાખવાની મનોવૃત્તિના તેઓશ્રી ચાહક છે. પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિરલ સિદ્ધિનાં મૂળ એમના કૌટુંબિક
સંસ્કારોમાં, પૂર્વજન્મના સંસ્કારોમાં અને નાનપણમાં જ અંતરમાં પ્રગટેલી સાધુજીવન પ્રત્યેની અભિરુચિમાં રોપાયેલાં હોય એમ લાગે છે. તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જૈનનું એક જ ઘર. એ ઘર તે એમના દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબહેનનું ઘર. એ બન્નેનાં જીવનમાં ધર્મશ્રદ્ધા સારી રીતે સિંચાયેલી. તેઓ ઘરમાં ઘરદેરાસર રાખીને પૂજાભક્તિ કરે અને સાધુમહારાજો અને સાધ્વીમહારાજોની ઉલ્લાસપૂર્વક ભક્તિસેવા કરીને જીવનને કૃતાર્થ બનાવે. આ ધર્મસંસ્કારો એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. શ્રી હીરાભાઈને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ પાંચ સંતાનોનો
For Private & Personal Use Only
www.jainelibrary.org