________________
૭૫૮
શાસ્ત્રસાહિત્યના સમર્થ સંપાદકો સમકાલીન સર્જક સૂરિવરો
પૂર્વપુરુષોએ આપેલા અણમોલ શાસ્ત્રવા૨સાના સંરક્ષણ અને સંવર્ધનની ગંભીર જવાબદારી આજની પેઢીના શિરે છે. અનેક ખ્યાતનામ સંસ્થાઓ અને સંઘો ગ્રન્થ-પ્રકાશનના ક્ષેત્રે કાર્યરત છે. ટકાઉ કાગળો ઉપર શુદ્ધ હસ્તપ્રતો તૈયાર કરી પ્રાચીન શાસ્ત્રવારસાને નવું દીર્ધ જીવન આપવાનું પણ ખૂબ જરૂરી છે, તો પ્રાચીન લિપિમાં લખાયેલ હસ્તપ્રતોને ઉકેલી તેની પ્રેસકોપી તૈયાર કરવાનું કાર્ય પણ ખૂબ ખંત અને ચીવટ માંગી લે છે. અનેક હસ્તપ્રતોનો આધાર લઈને શુદ્ધ પાઠોવાળી સંપાદિત નકલ તૈયાર કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. આજે અનેક મહાત્માઓ આવી કઠિન કાર્યવાહી પણ ખૂબ ઉત્સાહથી કરી રહ્યા છે. કઠિન ગ્રન્થોના સરળ ભાવાનુવાદ, ભાષાન્તર કે સંપાદનનાં કાર્યો આજે સુંદર ચાલે છે, તો પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં શાસ્રસંગત અભિનવ ગ્રન્થોની રચનાનું કાર્ય પણ કયાંક કયાંક ઠીક પ્રમાણમાં થઈ રહ્યું છે, તે પણ ખૂબ ઉત્સાહજનક છે.
૭ વર્ષ ૩ માસ અને ૨૧ દિવસની ઉંમરે દીક્ષિત થઈ ૭૯ વર્ષ સંયમજીવનના ધારક, ૮૭ વર્ષના દીર્ઘાયુષી, અગણિત આદર્શોના આદમ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.
ગુજરાત-અમદાવાદ
પાસે કાપડના વ્યાપારીઓના
નામથી
સં. ૧૯૮૦ના ફા. સુ. ૧૨ના દિવસે ચંદુભાઈ અને માતા ચંદનબેનને ત્યાં એક ચંદ્રસ્વપ્નસૂચિત બાળક અવતર્યો. સુંદર ચહેરાથી હસુ હસુ થતા આ બાળકનું નામ હસમુખ પાડવામાં આવ્યું. આજ દિવસે સંયમ-દીક્ષાના ભાવ સાથે ચંદુભાઈએ પત્ની ચંદનબેન પાસે દીક્ષા લેવાની અનુમતિ માંગી... ત્યારે પત્નીએ કહ્યું.....“આ દીકરાને સંસારમાં નાંખી તમો છટકવા માંગો છો? દીકરાને ૭ વર્ષનો થવા ઘો. આપણે ત્રણેય દીક્ષા લઈશું.” બસ...આ વાતને ૭ વર્ષ થતાં જ ત્રણેય સંકલ્પ મુજબ દીક્ષા લેવા નીકળ્યા. અલબત્ત આ બાળકે ૫ વર્ષની ઉંમરથી ચૌવિહાર (સૂર્યાસ્ત બાદ બીજા દિવસના સૂર્યોદયની ૪૮ મિનિટ સુધી આહાર-પાણીના ત્યાગરૂપ એક વ્રત) કરવા માંડેલા અને દીક્ષા લેવાના અનેક ભાવો સાથે પ્રભુપૂજા, ગુરુવંદન આદિ સાધના કરતાં ત્રણ માસ યાત્રાદિ કરી અમદાવાદ પૂ. સાગરજી મ. વિદ્યાશાળામાં બિરાજેલ ત્યાં આવ્યા અને દીક્ષા માટે વિનંતી કરી. પૂજ્યપાદશ્રીએ કાયદાકીય
આગમોનો ઉદ્ધાર કરનાર આગમોદ્ધારક આ. સાગરાનંદસૂરિ ગૂંચવણમાં ન ફસાવાય તે રીતે સં. ૧૯૮૭ અ.સુ.પના પ્રાતઃ
Jain Education International
જિન શાસનનાં
વસેલું
આજે
કર્પટવાણિજ્ય..જે
કપડવંજના નામથી ઓળખાય છે. એક સમયે
કાપડના વ્યાપારનું આ મથક હતું. તેમ જૈનોના ઇતિહાસમાં આ ગામનો ઉલ્લેખ વખતો વખત થયો છે. જૈન સંપ્રદાયની શ્વેતામ્બર પરંપરામાં ૪૫ આગમનું મૂલ્ય છે તે આગમો ઉપર ટીકા રચવાનું ભગીરથ કાર્ય સૈકાઓ પૂર્વે આચાર્ય શ્રી અભયદેવસૂરિ મ. જે આ ગામમાં પૂર્ણ કરેલું. વળી પાલિતાણા જૈન તીર્થની તળેટીમાં સર્વપ્રથમવાર જૈમ આગમોને મારબલ ઉપર કોતરાવી
મ. આ કપડવંજના જ પનોતા પુત્ર હતા. તો આગમો વિશે સુંદર સંશોધન કાર્ય કરનાર પૂ. પુણ્યવિજયજી મ. પણ આ કપડવંજના જ હતા. જૈન સાહિત્યના આવા પ્રખર સાક્ષરોથી કપડવંજ ઐતિહાસિક ગૌરવ ધરાવે છે. આજે આ કપડવંજ એક નવો ગૌરવતા જ ધારણ કરી રહ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org