________________
૩૬૦
વિ.સં. ૨૦૫૮ થી વિ.સં. ૨૦૬૫ સુધીની પૂજ્યશ્રી દ્વારા વિસ્તૃતકાર્યોની ઝાંખી કરાવતી માહિતી અમને મળેલી પણ સંજોગોવસાત્ ચિરત્ર ટુંકાવવું પડેલ છે
વિ.સં. ૨૦૬૬
* વાલકેશ્વર-આદીશ્વર જિનાલયે જય તળેટીની પ્રતિષ્ઠા * મુંબઈ વાલકેશ્વરથી-સિદ્ધાચલનો ૫૦ દિવસીય છરી પાલક મહાસંઘ, પ્રયાણ પ્રસંગે મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું આગમન * દાદાની ધજાની શાનદાર ઉજવણી * ખંભાત તીર્થે પોષ દશમી–૭૩ જિનાલયે પૂજાના થાળ અર્પણ * પાલીતાણા સંઘ માળારોપણ પ્રસંગે જયતળેટીની હીરાજડિચ ભવ્ય આંગી ચડાવાઈ * ચીમનલાલ ગુગલીયા (મુલુંડ) પિરવાર દ્વારા વલ્લભીપુર-સિદ્ધાચલ છ'રીપાલક સંઘ * બિપિનચંદ્ર કેશરીચંદ્ર ઝવેરી (ખંભાત) પરિવાર દ્વારા સોનગઢથી સિદ્ધાચલનો છ'રીપાલક સંઘ * મહા સુદ ૧૪ના રાત્રે ૯-૦૯ કલાકે જંબુદ્રીપમાં સેવારત કૃપાપાત્ર પૂ.આ. શ્રી સાગરચંદ્રસાગર સૂ.મ., ગુણરત્નસાગરજી મ., પદ્મયશ-દર્શન-મૈત્રી-મોક્ષ-વૈરાગ્યધન્યચંદ્ર આદિ દ્વારા નવકાર મંત્રના સ્મરણ સાથે પક્ષ્મી પ્રતિક્રમણ પછી સમાધિભાવે પૂજ્યશ્રીનું સ્વર્ગગમન * વિરાટ સંખ્યામાં અંતિમયાત્રા-જંબૂટ્ટી સંકુલમાં અગ્નિ સંસ્કાર ગુજરાત રાજ્યના સ્પીકર શ્રી અશોકભટ્ટનું આગમન * ૮૭ દિવસીય વિરાટ મહોત્સવના મંડાણ, પાલીતાણા બિરાજીત તમામ પૂજ્ય ગણ દ્વારા ગુણાનુવાદ પૂજ્યશ્રીની દિવ્યકૃપા, અદ્ભુત ચમત્કારો આજે પણ અનુભૂત થઈ રહ્યા છે.
* ૮૭ દિવસમાં સિદ્ધાચલની ગોદમાં જયતળેટી સમીપ આગમવિલામાં વિશ્વનું પ્રથમ શંખાકાર જિનાલયનું નિર્માણ તેમજ પ્રતિષ્ઠા સાગરચંદ્રસાગરસૂરિ મ.સા.ની પ્રેરણાથી ભવ્યાતિભવ્ય રીતે થઈ હતી.
સૌજન્ય : શ્રી સૂર્યોદય-અભય-સિદ્ધાચલ ચાતુર્માસ આરાધના ઉત્સવ સમિતિ, પાલિતાણા શાસનકંટકોદ્ધારક અને મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.
શાસનસ્તંભ–શાસનકંટકોદ્ધારક પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૫૪ના કારતક વદ ૬ ને સોમવારે ઠળિયા ગામે થયો હતો. પિતાનું નામ દીપચંદ જેરામભાઈ અને માતાનું નામ ઊજમબહેન તથા પોતાનું સંસારી
Jain Education Intemational
જિન શાસનનાં
નામ હઠીચંદ હતું. હઠીચંદને બાળપણથી જ ધર્મપ્રીતિ સવિશેષ હતી. એમાં નાનપણમાં માતાપિતાનો સ્વર્ગવાસ થતાં કુટુંબની જવાબદારી તેમની ઉપર અને વડીલ બંધુ મોતીચંદભાઈ ઉપર આવતાં નાની વયે ધંધાર્થે મુંબઈ જવાનું થયું. મુંબઈમાં ધંધા સાથે હંમેશાં પ્રભુપૂજા–પ્રતિક્રમણ–સામાયિક અને વ્રત-નિયમતપ આદિ કરવાપૂર્વક ધર્મકાર્યોમાં દિન-પ્રતિદિન આગળ વધતા રહ્યા. ધર્મસમાજમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. નવપદજીની ઓળીનું આરાધન કરવા રાસ વાંચતા. એ માટે સેંકડોની માનવમેદની મળતી. સં. ૧૮૭૬માં લગ્ન થયાં. તેમને બે પુત્રો અને એક પુત્રી થયાં, પરંતુ ધર્મ પ્રત્યેની ભાવના જરાયે ઓછી થઈ ન હતી. સં. ૧૯૮૫માં દીક્ષા અંગીકાર ન કરાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો. ભરયુવાનીમાં ચતુર્થ વ્રત અંગીકાર કર્યું. ૮-૧૦-૧૧-૧૫-૧૬-૨૧ ઉપવાસ અને વર્ધમાન તપની ઓળીઓ આદિ તપસ્યાઓ કરી સં. ૧૯૮૫માં મુંબઈથી ઠળિયા આવી, શ્રીસંઘને એકત્રિત કરી, નૂતન જિનમંદિર બંધાવવાનો શુભ નિર્ણય કરાવ્યો. પોતાને છ વિગઈનો ત્યાગ હોવા છતાં, યથાશક્તિ ભાગ લેવાની ભાવનાએ શ્રી જિનમંદિર અંગેના પથ્થરો કઢાવવા માટે અને કાટકડા ગામનાં જંગલોમાં આઠ આઠ દિવસ રહીને પથ્થરની ખાણોમાંથી પથ્થરો કઢાવતા અને ગામ પહોંચાડતા. સં. ૧૯૮૬માં ખાતમુહૂર્ત અને શિલાસ્થાપન કરી, પાયા મથાળ સુધી લાવી, ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાએ પાછા મુંબઈ ગયા. મુંબઈ સં. ૧૯૮૭ના કાર્તિક વદ ૬ને રવિવારે પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ૨૦ હજારની માનવમેદની વચ્ચે, હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી તે વખતે મુનિ શ્રી ચંદ્રસાગરજી) મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હંસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા બાદ દોઢ વર્ષ સુધી પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજ સાથે રહ્યા. બાદ સુરત પધારી સ્વસમુદાય સાથે થઈ
ગયા.
દીક્ષા બાદ પૂજ્યશ્રીએ ટૂંક સમયમાં ધર્મશાસ્ત્રોનું તથા આગમોનું સુંદર જ્ઞાનસંપાદન કર્યું. ‘પિંડનિર્યુક્તિ' ગ્રંથનો અનુવાદ‘શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર', ‘તત્ત્વતરંગિણી’ ગ્રંથ ‘કુમહતાવિષ જાંગુલી’ મંત્ર તિમિરતરણિના અનુવાદ, પ્રાચીન– અર્વાચીન ઇતિહાસોની સમીક્ષા કરતું સાહિત્ય નિર્માણ કર્યું. અનેક સમાધાનઃગ્રંથો બનાવ્યા, અનેક ગ્રંથોનું સંપાદન કરી પ્રસિદ્ધ કરાવ્યા. કાવ્યરચના ક્ષેત્રે સ્તવન ચોવીશી, ચૈત્યવંદન
For Private & Personal Use Only
www.jainelibrary.org