________________
૩૮૨
વિવિધ ધર્મકાર્યો પ્રવર્તાવનારા પ્રભાવક જૈનાચાર્યો
જૈનશાસનની વર્તમાનની જાહોજલાલીના મૂળમાં તે તે સમયે થયેલા બહુશ્રુત આચાર્યભગવંતોની કર્તવ્યનિષ્ઠાનો અને શાસનપ્રભાવનાનાં કાર્યોનો ફાળો મહત્ત્વનો છે. અરિહંત પરમાત્મા પછી, જગતના જીવો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ, આચાર્યભગવંતોનું પ્રદાન મોખરે છે. જૈનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના માટે જ જેમણે અવતાર લીધો હોય તેવા અનેક શ્રમણભગવંતોની અજોડ વિદ્વત્તા, અદ્ભુત ગ્રંથરચના અને મહાન શાસનપ્રભાવનાથી આપણો ઇતિહાસ ઉજ્જ્વળ છે.
નીડર અને પ્રભાવક વ્યાખ્યાનકાર પૂ.આ.શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ.સા
પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ એક દર્શનદુર્લભ શ્રમણભગવંત હતા. તેજસ્વી અને ઊંચી કાયા, ઊજળો ગૌર વાન, ચમકતું રેખાંકિત વિશાળ લલાટ, કરુણાર્દ્ર અને વેધક આંખો, સુડોળ ગરવી નાસિકા, પ્રભાવશાળી ચહેરાને વધુ પ્રભાવશાળી બનાવતી ધવલ દાઢી અને યમ-નિયમથી સંયમિત બનેલ દેહ પર શોભતાં ધવલ વસ્ત્રો, જાણે પુરાણકાળના કોઈ ઋષિવરનું સ્મરણ કરાવે એવું ભવ્ય અને દિવ્ય બાહ્ય વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રભાવ પાથરે છે! પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ ઋષિવરનું છે, તેમ આંતર્ વ્યક્તિત્વ સૂરિવરનું છે. આ વ્યક્તિત્વનો સુયોગ આજન્મ છે. જન્મે વિપ્ર, પણ કર્મે જૈન એવા આ મહાત્મા અનોખા શ્રમણભગવંત હતા.
તેઓશ્રીનો જન્મ ગુજરાતમાં ઈડર પાસેના નાનકડા દેશોત્તર ગામમાં સં. ૧૯૬૨ના આસો વદ ૧૩ (ધનતેરસ)ને શુભ દિવસે થયો. પિતાનું નામ મોતીરામ ઉપાધ્યાય. માતાનું નામ સૂરજબહેન, નાનાભાઈ સુખદેવ અને નાની બહેન જડીબહેનના પરિવારમાં પોતાનું સંસારી નામ મોહનભાઈ ધારણ કરીને વત્સલતાથી પોષાતા હતા. ભારતીય વર્ણવ્યવસ્થામાં મોખરે ગણાય એવા બ્રાહ્મણકુળમાં જન્મ્યા હોવાથી હંમેશાં વેદ-ઉપનિષદ અને ગીતાના શ્લોકોના ગુંજારવ વચ્ચે દિવસો પસાર થતા હતા. આવા ઘરમાં જન્મ લેનાર મોહનભાઈનું ભાવિ કંઈક અલગ જ નિર્માણ થયું હોય તેમ, વ્યાવહારિક શિક્ષણ ખપ પૂરતું લઈને ધર્મસાધનાની છોળો
Jain Education Intemational
જિન શાસનનાં
ઊછાળતી હોય એવી ધર્મપરાયણ નગરી ખંભાતમાં આવ્યા. ત્યાં એક જૈનેતર વૈદ્ય દ્વારા એક ધર્મનિષ્ઠ, દેવ-ગુરુ-ધર્મ-ઉપાસક શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદ અમરચંદને ત્યાં આવ્યા. જૈનકુળને છાજે અને શોભાવે તેવા ધર્મના સુસંસ્કારોથી દિન-પ્રતિદિન મોહનભાઈમાં પરિવર્તન થવા લાગ્યું. નિરંતર પૂજ્ય સાધુ
સાધ્વી ભગવંતના ગમન-આગમનથી અને તેઓની ભાવભરી ભક્તિથી હૈયું આનંદિત અને વિકસ્વર થવા લાગ્યું. તેમની પ્રામાણિકતાથી શેઠ પણ ખુશ હતા, તેથી પગાર પણ વધારી આપ્યો. શેઠને ત્યાં અચૂક પ્રભુનાં દર્શન કરતાં અને સૂર્યાસ્ત બાદ વાપરતા નહીં. જ્યારે દેશાંતર જાય ત્યારે ફોટાનાં દર્શન કરતાં. પર્વના દિવસે પૌષધ કરતા. ખંભાતમાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર મહારાજના પુણ્યપ્રભાવક દર્શન તથા સમાગમના કારણે જૈનધર્મ પ્રત્યે સારી અભિરુચિ પ્રગટી; ત્યાગ, સર્વત્યાગના પુનીત પંથે પ્રયાણ કરવા હૈયું ઉત્કંઠિત બન્યું, જેના ફળસ્વરૂપે સં. ૧૯૮૫ના કારતક વદ ૧૦ના શુભ દિને ખંભાત પાસે વત્રા મુકામે ૨૩ વર્ષની ભરયુવાન વયે પારમેશ્વરી પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય ગીતાર્થશિરોમણિ પૂ. આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ‘મુનિશ્રી મેરુવિજયજી'ના નામકરણથી જાહેર થયા.
અજોડ ગુરુભક્તિ, અદ્ભુત અને સચોટ જ્ઞાનશક્તિ, નીડર અને પ્રભાવક પ્રવચનકળાના ત્રિવેણીસંગમ રૂપ પૂજ્યશ્રીને સં. ૨૦૧૫માં ઘાટકોપર (મુંબઈ)માં ઉપાધ્યાય પદ (ઉપધાનતપના પુણ્ય–પ્રસંગે) તથા સં. ૨૦૧૯ના વૈશાખ સુદ ૬ને દિવસે પાલિતાણા (જ્યાં કાંકરેકાંકરે અનંતા આત્માઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org