________________
જિન શાસનનાં
લાંબા વિહાર કરીને પૂજ્ય ઘડીએ ઘણાં શાસન પ્રભાવનાનાં
સુધી સાલ હોસ્પિટલમાં રહી પાછા કલિકુંડ તીર્થમાં પધારી કાર્યો કરેલ. ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર-ઉત્તરપ્રદેશ- કલિકુંડ દાદાના પ્રભાવે પુનર્જીવન પાવન કરી સમેતશિખર ઉડીસા-બિહાર-ઝારખંડ-મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં સમસ્ત સાધુ સમુદાય સાથે પૂજ્યશ્રીએ ઉગ્ન વિહાર કરેલ.
મહાતીર્થમાં ઐતિહાસિક ચાતુર્માસ કરી ત્રેવીસ જિનાલયનું નિર્માણ-જે પહાડ ઉપર થયેલ ત્રેવીસ જિનાલયોનો એક જ સાથે અંજનશલાકા–પ્રતિષ્ઠામહોત્સવ માગશર સુદ-૧૦ના દિવસે ઉલ્લાસભેર થયેલ. ગુરુદેવને તકલીફ હોવા છતાં ઊભા થઈને કલિકુંડ દાદાને અંજન કરેલ. એક જ સાથે સમેતશિખર મહાતીર્થમાં શ્વેતાંબરોની ત્રેવીસ ધજા લહેરાયેલ. લગાતાર આઠે દિવસ સંપૂર્ણ દિગમ્બર-શ્વેતાંબર જૈન સમાજને ભોજન માટે આમંત્રણ આપેલ. ફ્લે ચૂંદડીમાં ૧૦,૦૦૦ જેટલી અજૈન પ્રજાએ ભોજન ગ્રહણ કરેલ. સમેતશિખર મહાતીર્થમાં આ પ્રતિષ્ઠાએ ચાર ચાંદ લગાડેલ. શ્રદ્ધાળુઓએ ગુરુદેવના સપનાને સાકાર બનાવેલ. તીર્થનિભાવ માટે પણ સારી રકમ આ પ્રસંગે એકઠી થયેલ.
૭૩૪
સમેતશિખર મહાતીર્થ જે તીર્થે પહોંચતાં ‘છ' માસ લાગે એવા મહાતીર્થનાં બે છ'રી પાલિત સંઘ કાઢી ઇતિહાસમાં નામ અમર કરેલ.
તીર્થોદ્ધારકતા : પૂજ્યશ્રીએ સહુપ્રથમ ધોળકા ગામમાંથી કલિકુંડ પાર્શ્વનાથની પ્રતિમા બહાર લાવી કલિકુંડ તીર્થની સ્થાપના કરેલ. કલિકુંડદાદાનો પૂજ્યશ્રી ઉપર એવો પ્રભાવ પડ્યો કે પૂજ્યશ્રી એક તીર્થનો ઉદ્ધાર કર્યા પછી એમના હાથે દસ તીર્થના ઉદ્ધારો થયેલા!
(૧) શ્રી કલિકુંડ તીર્થ-ધોળકા-ગુજરાત (૨) શ્રી જયત્રિભુવન તીર્થ–નંદાસણ (૩) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ– અણસ્તુ (૪) શ્રી શાંતિકનક તીર્થ-ભાભર (૫) શ્રી શત્રુંજય સ્થાપના તીર્થ−કલિકુંડ (૬) શ્રી વિશાલનાથ જૈન તીર્થ-પટણા (૭) શ્રી હીરસૂરિદાદાવાડી તીર્થ-આગરા (૮) શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ તીર્થ−ઢીમા (૯) શ્રી અમીઝરા પાર્શ્વનાથ તીર્થ ડુવા
(૧૦) શ્રી સમેતશિખર મહાતીર્થ-શિખરજી
સાહિત્યસર્જન : સૂયગડાંગ સૂત્ર ઉપર પ્રવચનો આપેલાં તેનાં વરસે વાદલ હરખે હૈયાં' નામના ૭ ભાગ પ્રકાશિત થયેલા. બાકીનાં ઐતિહાસિક મહાકથા-ચિંતન-નવકારમંત્ર ઉપર
કુલ ૭૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. પૂજ્યશ્રીએ જીવનમાં સાહિત્યસર્જનમાં પોતાનું તન-મન એક કરીને કડી મહેનત સાથે સાહિત્ય પ્રગટ કરેલ. શાંતિસૌરભ માસિક, જે દાદા ગુરુદેવ નામથી પ્રકાશિત થાય છે. તમામ સાહિત્ય ભારે લોકાદર પામેલું.
સમેતશિખર મહાતીર્થમાં જૈન સાહિત્ય પ્રદર્શની'નો
કાર્યક્રમ પ્રતિષ્ઠા વખતે રાખેલ ત્યારે શ્વેતામ્બર, દિગમ્બર, તેરાપંથી, સ્થાનકવાસી, ચારે ફિરકાનાં ૧૦૮ જેટલાં પ્રકાશનો પ્રદર્શન માટે આવેલાં તેમાં લગભગ ૧૫૦૦ જેટલાં પુસ્તકો હતા. ૧૦૦ ઉપર માસિકો પણ આ પ્રસંગે આવ્યાં હતા.
ગુરુદેવની અંતરની ભાવના : પૂજ્યશ્રીની એક જ ભાવના હતી કે મારા સમસ્ત સમુદાયને સાથે લઈને સમેત શિખર મહાતીર્થમાં શ્વેતાંબરોની ધ્વજા લહેરાવું. તેવી ઉત્તમ ભાવના હોવાથી ગુરુદેવને આકસ્મિક ઈજા થવાથી બે મહિના
Jain Education International
મોક્ષભૂમિમાં મોક્ષગમન : પાવન પ્રતિષ્ઠાનો કાર્યક્રમ
પૂર્ણ થયા પછી ૧ મહિના પછી ગુજરાત તરફનો વિહાર
કાર્યક્રમ નક્કી થયેલ. તેવામાં પોષ વદ-૧૩ મેરુતેરસ
ઋષભદેવપ્રભુના નિર્વાણકલ્યાણકનાં દિવસે બપોરે ૧૨ વાગે
અચાનક હાર્ટનો હુમલો થતાં તીર્થંકરોની મોક્ષભૂમિમાં ગુરુદેવનું દેવલોક ગમન થયેલ. સમેતશિખર તીર્થ દૂર હોવા છતાં એક જ દિવસમાં હજારોની સંખ્યામાં ગુરૂદેવનાં ભક્તો હાજર થઈ કરોડોની બોલી બોલીને સમસ્ત શિખરજી તીર્થમાં ગુલાલ ઉડાડી અગ્નિસંસ્કાર કરેલ. શિખરજીમાં ગુરુદેવે ‘શાંતિ-રાજેન્દ્ર સંકુલ'નું નિર્માણ કરેલ. તે જ સ્થળે અગ્નિસંસ્કાર કરેલ. ગુરુદેવનું ભવ્ય ગુરુમંદિરનું નિર્માણ કરવામાં આવશે.
ગુરુદેવનાં હાથે ૧૪૦થી વધારે દીક્ષા, ૪૦ છ'રીપાલિત સંઘ, ૨૮ ઉપધાન તપ, ૪૦થી વધારે અંજનશલાકા-પ્રતિષ્ઠા કરેલ. હાલ ગુરૂદેવની આજ્ઞામાં ૨૨ જેટલા સાધુ ભગવંત તથા ૧૫૦ જેટલાં સાધ્વીજી ભગવંતો છે. ગુરુદેવનાં જવાથી સમુદાયમાં ઘણી મોટી ખોટ પડી છે.
ગુરુદેવ જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ મળે એજ અંતરની શુભેચ્છા.
સૌજન્ય : પ.પૂ.ઉપાધ્યાય પ્રવરશ્રી રત્નત્રયવિજયજી ગણિવરની પ્રેરણાથી સંઘવી શા કાલૂચંદજી ચેલાજી પુત્ર ગૌતમકુમાર કટારિયા સંઘવી પરિવાર, સાંચોર (રાજસ્થાન)
For Private & Personal Use Only
www.jainelibrary.org