________________
ઝળહળતાં ક્ષો
૩૧૩
અભિયાનને આટલી જ્વલંત સફળતા કેમ સાંપડી હશે ? શિબિરમાં પ્રવેશ થાય ત્યારે કદાચ શિબિરાર્થી યુવાન નવકાર
પણ ન જાણતો હોય અને તીર્થંકર કોને કહેવાય તે પણ ન જાણતો હોય પણ ૩૦ દિવસની કે ૨૧ દિવસની શિબિરમાંથી બહાર નીકળે ત્યારે તમે તેને પૂછો :
આઠ કર્મના નામ બોલો, તે સડસડાટ બોલી જાય. નવ તત્ત્વ કયા કયા? ક્ષણવારમાં તે ગણાવી દે. સમ્યક્ત્વના ૬૭ વ્યવહાર ક્યા? ફટાફટ તે બોલી જાય. માર્ગાનુસારીનાં ૩૫ ગુણો ક્યા? વિભાગ પાડીને તે તમને સરસ સમજાવી દે.
Jain Education International
ધ્યાનનાં પ્રકારો ગણાવી દે. છ દ્રવ્યની ઓળખાણ આપી દે. વિરતિની મહત્તા અને આત્મદ્રવ્યની સિદ્ધિ ઉપર તે સુંદર સમજણ આપી શકે.
જેણે વિલાસ અને વિકથાનો જ રસ કેળવ્યો છે તેને એક તો આ તાત્ત્વિક પદાર્થોનો રસ જ ન પડે, કદાચ રસ મો થાય તોય આવું ગહન તત્ત્વજ્ઞાન જલ્દી મગજમાં બેસે નહીં. તેને બદલે કોલેજિયન શિબિરાર્થીઓ રસપૂર્વક ભણીને જૈન તત્ત્વજ્ઞાનના સારા જાણકાર બની જાય, તે બધો પ્રભાવ પરમોપકારી પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના અદ્રિતીય કોટીના અધ્યાપન કૌશલ્યનો. અધ્યાપન કળાના અજબ ગજબના કસબી હતા તેઓશ્રી. કઠિન ગ્રન્થોનું અધ્યયન કરી લેવું હજી સહેલું છે પણ બીજાને ભણાવીને મગજમાં બરાબર ફીટ કરાવી દેવું ઘણું કઠિન છે, પણ પૂજ્યશ્રીને તેની જબરી હોરી હતી.
આધુનિક શિક્ષણના ઝેર જેની રગ-રંગમાં પ્રસરીને 'નાસ્તિકતા'નો રોગ લગાડી ચૂક્યા હોય, EAT, DRINK AND BE MERRY જેનો જીવનમંત્ર બનેલો હોય, પગથી માથા સુધી જેને જમાનાનો જાલિમ રંગ લાગી ચુક્યો હોય; તેવા એક-બે નહીં, બસો-અઢીસોને; એક બે દિવસ માટે નહીં, ૩૦/૩૦ દિવસ માટે; ઉજાણી અને જલસા માટે નહીં પણ તત્ત્વજ્ઞાન અને ધાર્મિક સંસ્કાર પીરસવા માટે ભેગા કરવા તે કેટલું મોટું સાહસ હતું! આ વાતનો જ્યારે ફણગો ફૂટ્યો ત્યારે તો આ સાહસને દુઃસાહસ કહેવાનું અને તેનો ઉપહાસ કે મશ્કરી કરવાનુંય ઘણાને સૂઝ્યું હશે, પણ એ વાતને તો આજે પાંચ દાયકાથી વધુ વાણા વીતી ગયા છે. આજ સુધીમાં પ્રતિવર્ષ થયેલી આવી અનેક વેકેશન કે ગ્રીષ્મકાલીન શિબિરોમાં આવા
* અરિહંત પરમાત્માના આઠ પ્રાતિહાર્ય અભિનય
હજારો યુવાનોએ જૈન તત્ત્વજ્ઞાનનાં પીયૂષ પીધાં છે અને સુંદર મુદ્દાથી સમજાવતા, તેથી વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી
જતા.
ગુણ સંસ્કારોથી જીવનને અદ્ભુત મઢી દીધેલું હશે. આજેય સહુને આશ્ચર્ય થાય છે કે જૈન ધર્મનું ગહન તત્ત્વજ્ઞાન શીખવામાં મોજીલા યુવાનોને કેવી રીતે રસ પડ્યો હશે? 'શિબિર'ના
વિદ્યાર્થીઓને બોજો લાગે નહીં અને તત્ત્વનાં પદાર્થો આસાનીથી કંઠસ્થ થઈ જાય તેવી યુક્તિ-પ્રયુક્તિઓથી પૂજ્યશ્રી ભણાવતા હતા. જુદા જુદા વિદ્યાર્થીઓને ફરતું ફરતું ભણાવેલું પૂછીને પાકું કરાવી દેતા. તેઓશ્રી એવી ગમ્મત સાથે ભણાવતા કે તત્ત્વજ્ઞાનનો ગહન વિષય પણ વિદ્યાર્થીઓને બોજારૂપ ન બને. તેના કેટલાક નમૂના જોવા જેવા છે :
નજીક રહેલા બે સવળા હાથને દૂર લઈ સિંહાસનનો ખ્યાલ આપતા. (૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org