________________
૭૦૦૭
II શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ II
॥ સ્મરણાંજલી
II શ્રી ગૌતમસ્વામીને નમઃ ।
અમારા પૂ. માતુશ્રી પ્રભાલક્ષ્મીબેન ભોગીલાલ જોટાણી
ની પૂણ્યતિથી પ્રસંગે
જન્મ : સંવત ૧૯૯૦ જેઠ સુદ-૭ મંગળવાર તા. ૧૯-૬-૧૯૩૪ (ખારી) સ્વર્ગવાસ : સંવત ૨૦૬૭ અષાડ સુદ-૫ મંગળવાર તા. ૫-૭-૨૦૧૧ (વલ્લભીપુર)
જગતનિયંતા પરમાત્માએ વિશ્વની જીવ સૃષ્ટીના જીવન મરણના ક્રમને અનિવાર્ય બનાવેલ છે. જગતના ધર્મગુરૂઓ, માંધાતા કે મહારથીઓ આવી રહેલા મૃત્યુને એક ક્ષણ પણ રોકી શકતા નથી તો આપણે માનવી માત્ર કોણ?
અનાદિકાળથી સ્વિકારાયેલા આ અફર નિર્ણયને આપણે સૌએ પણ સ્વિકારવો જ રહ્યો.
સંવત ૨૦૬૭ અષાઢ વદી-૧૦ને સોમવાર તા. ૨૫-૭-૨૦૧૧ અમારા પરિવારના છાયા સ્વરૂપ પ્રેરણા મૂર્તિ અને અમારા પરિવારના શિરછત્ર પૂ. અમારા માતુશ્રીની પૂણ્યતિથી નિમિત્તે શતકો જેટલી સંખ્યાના પરિવાર સગા-સ્નેહીજનો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં તેઓશ્રીના અમારા ઉપરના અગણિત ઉપકારોને લઈ શ્રધ્ધાંજલી અર્પવાનો અમારો નમ્ર પ્રયત્ન છે.
૨૦ વરસની ઉગતી ઉંમરમાં લગ્નજીવનથી જોડાઈ કુટુંબની જવાબદારી વહન કરવા વહેવારના ગાડે જોડાઈ ગયા. કુટુંબના ભાગ્યચક્રને ફેરવવા સખત પુરૂષાર્થ શરૂ કર્યો. અમો સૌ ભાઈ-બહેનોને ન્યાય-નિતિ અને ધર્મના સંસ્કાર આપી વલ્લભીપુર જેવા નાના ગામની ધરતી ઉપર સમતાના બીજ વાવીને જીંદગીના ઘણા વરસો સમતાભાવ-સહીષ્ણુતા અને નમ્રતા તેમજ સચ્ચાઈ, વિશ્વાસ અને શ્રધ્ધાના વારિ સિંચન દ્વારા આ વટવૃક્ષને વલ્લભીપુર-ભાવનગર-સુરત-મુંબઈ જેવા ક્ષેત્રોમાં પ્રસરાવેલ છે તેના થડ એટલા ઉંડા અને સ્થિર છે કે તેનું મુળ શોધવું મુશ્કેલ છે.
Jain Education International
> PT.O.
જેના હૃદયમાં સદાય વહેતી, વાત્સલ્ય ગંગા ભલી; જેની વાણીમાં સદાયે વહેતી, શર્કરા સમ શબ્દ નર્મદા; જેના રોમેરોમમાં સદાયે વસતી; અમ કલ્યાણ ભાવના; એવા શ્રી માતના પુનિત ચરણે સદા હોજો અમ વંદના.
**********
For Private & Personal Use Only
www.jainelibrary.org