Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન દૂર દૂરના ખંડમાં જઈને વસ્યાં. ભૂતકાળમાં, મુંબઈ કે કલકત્તાથી પણ ઘણું મેટાં અને યુરેપનાં આજનાં મહાન પાટનગરની બરાબરી કરી શકે એવાં પ્રચંડ, સમૃદ્ધ અને ગીચ વસતીવાળાં શહેરે એ ભૂમિમાં હતાં. એ શહેરમાં ઠેકઠેકાણે હરિયાળી જમીને અને બાગબગીચાઓ હતા તથા ત્યાંની આબોહવા પણ બહુ ગરમ નહિ અને બહુ ઠંડી નહિ એવી માફકસરની અને આફ્લાદક હતી. આ પરિસ્થિતિ ભૂતકાળમાં હતી. પણ આજે સદીઓ થયાં એ પ્રદેશ વેરાન, ઉજ્જડ અને લગભગ રણ જેવો બની ગયો છે. ભૂતકાળનાં કેટલાંક નગરે હજી પણ ત્યાં જેમ તેમ ટકી રહ્યાં છે ખરાં. સમરકંદ અને બુખારા – માત્ર એમનાં નામે પણ આપણું મનમાં અનેક સ્મરણે ઊભાં કરે છે, પણ આજે તે તે તેમના પુરાણું સ્વરૂપના માત્ર પડછાયા જ છે.
પણ વળી પાછો હું આગળની વાત કરવા લાગે. જે પ્રાચીન સમયની આપણે વાત કરી રહ્યાં છીએ તે કાળે તે નહોતું સમરકંદ કે નહોતું બુખારા. એ તે પાછળથી આવવાનાં હતાં. ભાવિએ હજી તેમને પિતાના પડદા પાછળ સંતાડી રાખ્યાં હતાં. અને મધ્ય એશિયાની મહત્તા અને પડતી એ તો હજી ભવિષ્યની વાત હતી.