________________
૧૨
ભારતમ પણ માણસને બેસી રહેવા દે કે તમારે ક્યારે વિશ્રામ કરે છે, ત્યારે જગતના અનેક લેક ચંચળ થઈ ઉઠયા છે. ગૃહસ્થ જ્યારે ઉઘવા આતુર થયે છે, ત્યારે બહારના લેક અનેક વિચારે અનેક રસ્તે દોડાદેડ કરી મૂકે છે,
એ સિવાય બીજું પણ યાદ રાખવું જોઈશે કે, જગતમાં જ્યાં આગળ આવીને તમે અટકશે ત્યાંજ આગળથી તમારો નાશ થ શરૂ થશે. કારણ કે તમે એકલાજ અટકશે, બીજે તે કે તમારે સંઘાત કરવા ઉભો રહેશે નહિ. જગતમાં પ્રવાહ સાથે ગતિ રાખીને જો તમે ચાલી નહિ શકે, તે પ્રવાહને સમસ્ત પ્રચંડ વેગ તમારા ઉપર ધસી આવીને તમને ઝાપટ મારશે, તેથી જોઈએ તે તમે એકદમ ઉંધા પડી જશે કે જોઈએ તે ઝાપટે ખાઈ ખાઈને ધીરે ધીરે નબળા પડી જઈ પ્રવાહને તળીએ જઈ ડૂબી મરશે. જોઈએ તે ચંચળ બને ને જીવનચર્ચા કરે, નહિ તે વિશ્રામ કરો ને ડૂબી મરે જગતને નિયમ તે એ છે.
ત્યારે આપણે જે જગતમાં આવી પડયા છીએ, તે તે આવું જ છે. ત્યારે એ સંબધે જે વિલાપ જ કરવું હોય તે એવી જ રીતે કરીએ કે પહેલાં નિયમ કો તે સાધારણ રીતે તે સાચે છે, પણ અમે એમાં એક એવી રીતને સુયોગ કરી લીધા છે કે અમને એ નિયમ બહુ દિવસ સુધી લાગુ પડે નહિ. જેમ સાધારણ રીતે એમ કહેવાય કે, જરામૃત્યુ જગતને નિયમ છે. પણ આપણા જોગીઓએ જીનશક્તિને રૂંધી રાખી મૃતવત્ બની બચી રહેવાને ઉપાય શોધી કાઢયે છે. સમાધિ વેળાએ જેમ તેમની વૃદ્ધિ થાય નહિ, તેમજ તેમને ક્ષય પણ થાય નહિ. જીવનને અટકાએ મેત નીપજે, પણું જીવનની ગતિને અટકાવ્યે ચિરજીવન પ્રાપ્ત થાય.
આપણી જાતિને પણ આ વાત લાગુ પડે છે. બીજી જાતિઓ જે કારણે મરે, તે કારણને આપણી જાતિ મદદમાં લઈ લાંબા જીવનને રસ્તે શોધી કાઢે, કામનાને આવેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com