________________
નવું અને જૂનું
૧૧
આવ્યા છીએ? અમે ઘરમાંના નાના નાના અભાવ પૂરવા અને ગાઢ નેહે એકબીજાની સાથે બંધાઈ મેં આગળ આવી પડેલાં નાનાં નાનાં નિત્ય નૈમિત્તિક કત કરવા જઈએ છીએ. અમારી જે કંઈ સુખ સમૃદ્ધિ છે તે ગરીબ અને તવંગર, નિકટના અને દૂરના સંબંધીઓ, અતિથિ, ચાકર ને ભિખારી મળી વહેચી લઈએ છીએ. અને એટલા લેક બને એટલે સુખે જીવન ગાળીએ છીએ, કઈ કઈને ત્યાગ કરવા ઈચ્છતું નથી, જીવન ઉપર વિરક્ત થતાં કેઈ કોઈને ત્યાગ કરતાં અટકાવતું નથી.
ભારતવર્ષને સુખ જોઈએ નહિ, સંતોષ જોઈને હતે તે મળે પણ છે, અને સર્વ જગાએ સર્વ તેિ એ પિયા પણ છે. હવે એને કશું કરવાનું નથી. પણ એ પિતાના વિશ્રામના ખૂણામાં બેઠે બેઠે તમારી જીવનની ગાંડી દેડાડી દેખીને તમારી સભ્યતાની પૂરેપુરી સફળતા સંબંધે મનમાં ને મનમાં શંકા કરે છે. મનમાં વિચારે છે કે દહાડા જતે છેવટે તમારે જ્યારે એક દહાડે કામ બંધ કરવું હશે ત્યારે શું એમ સહેજે–એમ ધીરે વિશ્રામ મેળવી શકશે ? અમારી પેઠે એમ કેમ-એમ સહુદય પરિણામ લાવી શકશે? ઉદ્યમ જેમ ધીરે ધીરે લક્ષયબિંદુ તરફ આવી પહોંચે, તપેલ દિવસ જેમ સુંદરતાએ પરિપૂર્ણ થઈ સંધ્યાના અંધકારમાં ડૂબી જાય તેમ મધુર સમાપ્તિ તમે કરી શકશે કે? ના. કળ જેમ અફર માત્ બગડી જાય, ધીરે ધીરે પાતળી વરાળ અને તાપ એકઠાં થઈ જતાં એંજીન જેમ અકસ્માત્ ફાટી જાય, એક જ રસ્તે ચાલનારી એ ગાડીઓ સામસામે આવી એકબીજી સાથે અથડાઈ જેમ અકસ્માતુ ગબડી પડે, તેવી રીતે પ્રબળ વેગવાળા ભયંકર નાશમાં આ બધાને છેડે નહિ આવે ?
ગમે એમ થાઓ, પણ તમે આજ અજાણ્યા સમુદ્રના અજાયે તીરે જવા નીકળ્યા છે, તેથી તમારે માગે તમે જાઓ, અમે અમારા ઘરમાં જ બેસી રહીએ તેમાં ભલું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com