________________
૨૮
અમૃત-સમીપે શાસ્ત્રીય અભ્યાસ
સમયને ઓળખીને શ્રી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ગૃહસ્થ જૈન પંડિતો તૈયાર કરવાની દિશામાં પ્રયત્નો આદર્યા હતા, અને એ માટે બિકાનેરમાં સ્થાનકવાસી જૈન ટ્રેનિંગ કૉલેજની સ્થાપના કરી હતી. મૂળે મોરબીના વતની અને દાયકાઓથી જયપુરમાં વસેલા શ્રી દુર્લભજીભાઈ ત્રિભોવનદાસ ઝવેરી સમાજઉત્કર્ષની ભાવનાવાળા શ્રીમંત સજ્જન હતા. તેઓ ટ્રેનિંગ કૉલેજના કેવળ મંત્રી જ નહીં, પણ પ્રાણ હતા; અને જૈન વિદ્વાનો તૈયાર કરવાની એમની ઝંખના તીવ્ર હતી. હોંશિયાર વિદ્યાર્થીઓને શોધવા અને સારા-સારા વિદ્વાનો પાસે રાખીને એમને તૈયાર કરવા માટે તેઓ રાત-દિવસ પ્રયત્નશીલ રહેતા. આ સંસ્થામાં તૈયાર થયેલ પંડિતે ત્રણ વર્ષ સુધી કોન્ફરન્સ બતાવેલી કામગીરી બજાવવાનું બંધન હતું; બદલામાં માસિક પગાર પહેલા વર્ષે રૂ. ૪૦, બીજા વર્ષે રૂ. ૫૦ અને ત્રીજા વર્ષે રૂ. ૬૫ મળતો.
શ્રી દલસુખભાઈના કુટુંબી કાકા મુનિશ્રી મકનજી મહારાજને આ યોજનાની જાણ થઈ, એટલે એમણે દલસુખભાઈને આ સંસ્થામાં દાખલ કરવા વિચાર્યું; ત્યાં રહીને નચિંતપણે અભ્યાસ પણ થશે અને અભ્યાસ પૂરો કર્યા પછી ત્રણ વર્ષ સુધી ઉત્તરોત્તર વધતા પગારે નોકરી પણ મળી રહેશે. એમના પ્રયત્નથી દલસુખભાઈને સંસ્થામાં પ્રવેશ તો મળી ગયો; પણ બિકાનેર જેટલે દૂર પહોંચવાના પૈસા ક્યાંથી લાવવા ? છેવટે બાવન ગામ ભાવસાર કેળવણી મંડળે પૈસાની સગવડ કરી આપી, અને તેઓ સને ૧૯૨૭માં બિકાનેર પહોંચ્યા.
રહેવા-જમવાની તથા ભણવાની સગવડ સારી હતી, અને તેમની વિદ્યાભ્યાસની ધગશ પણ ઘણી હતી; વિદ્યાવાંછુ દલસુખભાઈને જાણે ભાવતાં ભોજન મળી ગયાં. તેઓ પૂરા યોગથી વિદ્યાભ્યાસમાં લાગી ગયા.
તે વખતે બિકાનેરમાં શ્રી ભૈરોદાનજી શેઠિયા એક જૈન પાઠશાળા ચલાવતા. આમાં જેને શાસ્ત્રોના અભ્યાસી પંડિતો કામ કરતા; એમનો લાભ ટ્રેનિંગ કૉલેજના વિદ્યાર્થીઓને પણ મળતો. પંડિત શ્રી વીરભદ્રજી ઊંડા અભ્યાસી હતા. તેઓ વિદ્યાર્થીઓને ખૂબ લાગણીપૂર્વક ભણાવતા. પંડિત વેલશીભાઈ પણ એવા જ સારા શિક્ષક હતા. ઉપરાંત, ટ્રેનિંગ કૉલેજનો શિરસ્તો એવો હતો, કે જ્યાં-જ્યાં વિદ્વાનો કે વિદ્વાન મુનિરાજો હોય ત્યાં અમુક મહિનાઓ માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતા. આને લીધે વિદ્યાર્થીઓ, મજાકમાં આ સંસ્થાને ટ્રેનિંગ કોલેજના બદલે “ટ્રાવેલિંગ કૉલેજ' કહેતા !
દલસુખભાઈએ સને ૧૯૨૭માં બિકાનેરમાં અને ૧૯૨૮માં જયપુરમાં અભ્યાસ કર્યો. ૧૯૨૯ના ચોમાસામાં તેઓ તથા બીજા વિદ્યાર્થીઓ કચ્છમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org