________________
૨૦
શ્રી દશવૈકાલિક સૂત્રની અવસૂરિ પણ છે. શ્રી દશવૈકાલિકસૂત્રની અનેક ટીકાઓ છે, પણ વિશિષ્ટ અને અદ્વિતીય ટીકા છે ૧૪૪૪ ગ્રંથ રચયિતા આચાર્ય પુંગવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની શિષ્યાધિની ટીકા. પાપનીય સંધના અપરાજિત સૂરિ યા વિજ્યાચાર્યની વિજોયા નામની ટીકા છે. પરંતુ ઉપલબ્ધ નથી.) પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત ટીકાના આધાર ઉપરથી શ્રી તિલકાચા ટીકા બનાવી છે. શ્રી ભાણિયશેખરની નિર્યુક્તિ દીપિકા ટીકા છે. શ્રી સમયસુંદરજીની દીપિકા ટીકા છે. શ્રી વિનયહંસજીની પણ ટીકા છે. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.નું વાતિક પણ ઉપલબ્ધ છે. અદ્યાપિ શ્રમણુસંધમા દશવૈકાલિક સૂત્ર ઉપર ચિંતન મનન ચાલુ છે અને તેના ઉપર ગ્રંથનું સર્જન થયા કરે છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર એક એવે અદ્વિતીય સંગમ છે, જેણે ચિંતામાંથી ચિંતન તરફ દોરી જાય તે અક્ષય ખજાનાને મહાસાગર આપ્યો છે.
- પૂજ્ય શય્યભવસૂરીશ્વરજી મહારાજને અલ્પાયુષ્ય મુનિ મનકના હિતની ચિંતા થઈ અને દશ અધ્યયનની રચના થઈ; અને કલ્પસૂત્રમાં જેમના માટે વિશેષણ છે. “પુત્રી તુલ્યા એવા યક્ષા સાધ્વીજી મ.ને પિતાના ખુદના આરાધકપણાની ચિંતા થઈ અને પ્રભુ સીમંધર સ્વામીના સમવસરણમાં પહોંચ્યા. યક્ષા સાવજી મહારાજ એક આરાધક મહા મહત્તરા સાધ્વીજી હતા, તેથી પ્રભુ સીમંધર સ્વામી પાસેથી ચાર ચૂલિકા લાવ્યા, જેમાંથી બે ચૂલિકા દશવૈકાલિકમાં સ્થાપિત કરવામાં આવી.
સૂત્રના અંતરંગ સાચે જ ચિંના જીવનને કેરી ખાય છે, ત્યારે હિતચિંતા કંઈ અનોખું આગવું સર્જન કરે છે. પુત્રની ચિંતા અને સ્વની ચિંતા