________________
મારા વચનથી કોઈના હૃદયના આળા ઘા પર મરચું નંખાય તેવું બેલાય નહિ.
મારાથી કોઈના પર અજાણે કલંક લાગી જાય તેવું બોલાય નહિ. વીતરાગ પરમાત્માએ કહેલાં સમસ્ત ભાષાના દોષને પરિહરીને જ બોલાય. તેથી જ સાધુ કોઈને તડને ફડ કરી જવાબ ન આપે. જેમ આરોગ્યશાસ્ત્રી ચાવી ચાવીને ખાય તેમ સાધુ હજારવાર વિચારીને બોલે.
વિચાર્યા વગર બોલે તે વાણીને વ્યભિચારી. વિચારીને બોલે તે વાણીને સદાચારી.
જેમ ગાળ્યા વગરનું પાણી પીએ તે વાળા વગેરે ભયંકર દર્દી થાય તેમ સાધુ વિચાર્યા વગર બોલે તો ભવોભવ દુર્લભબોધિ થાય. માન સહેલું છે. પણ સાચું અને સારું બોલવું કઠીન છે. હું તે બોલીશ નહિ આવી વાત ના કરો. આ બધી કાયર બકાલની વાત છે. શૂરવીર સાધકતા હૈયામાં હિતભાવના રાખી, પ્રાણીમાત્રનું કલ્યાણ થાય તેવી જિનાજ્ઞાપૂર્વકની હિત-મિત નિરવદ્ય ભાષા વિચારીને બોલે,
પ્રભુને તીર્થકરને સમર્પિત થઈ એક જ વિનંતિ કરીશ અને તમારા જેવી ભાષા આપે. વાણીના પાંત્રીશ ગુણયુકત જ્ઞાનાતિશય વચનાનિશયથી શોભતી માલકોશના સ્વર દ્વારા દુર્ભેદ્ય રાગદ્વેષને દર કરતી ધર્મ સામ્રાજ્યનું સ્થાપન કરનારી વાણી આપો. પ્રભુ
સાધના સહિતની વાણી આપો. આરાધનાની પ્રેરક વાણી આપો.
ધર્મ તીર્થના સ્થિરીકરણ માટે બોલવાનું પણ વાણીને સમિતિ દ્વારા પવિત્ર બનાવીને
ગુરુદેવ! શક્તિ આપો, સામર્થ્ય આપો, ભાષા સમિતિના રહસ્યને પાર પામું...