________________
૨૧૫
ભેદ તેને ના સતાવે. બસ. બેંતાલીશ દોષ ચરી લેવામાં ન લાગવા જોઈએ, એ જેટલું જરૂરી, તેનાથી પણ અધિક જરૂરી માંડલીના પાંચ દેશના લાગવા જોઇએ. માંડવીના પાંચ દેશનું સેવન થઈ જાય, તે બેતાલીશ દેપથી રહિત નિર્દોષ ગૌચરી પણ એક મિનિટમાં સદોષ. બની જાય.
ભજનની કળા તે મહાત્મા કુરગડુ જાણતા હતા. લૂંકયુક્ત, તિરસ્કારયુક્ત આહાર ગ્રહણ કરતાં તેમને કેવળજ્ઞાન મેળવ્યું.
શીધ કર્મક્ષયને કીમિયો તો અંધકજી જાણતા હતા. ચામડી દેહથી અલગ થાય અને તે માટે મારા કર્મક્ષય થઈ રહ્યા છે અને તેમ થતાંની સાથે કેવળજ્ઞાન. મનક !
અનુકૂળતા નારી શત્રુતા કરશે. પ્રતિકૂળતા મિત્રતા કરશે. દેહના જતન, મનગમતા આહાર, કોમળ શય્યા, મૂલાયન વસ્ત્રો, મીઠા શબ્દો કદાચ તને આકપી લેશે, પણ એ તારા શત્રુ છે. તેમાં રાગદ્રપના મૂળ છે; અને જ્યાં રાગદ્રય છે, તે સંસાર જ છે. રાગઢ પથી અલગ કોઈ જ સાંસાર નથી. વિષય સુખના સાધનમાં નથી, પણ મમત્વમા, ઈચ્છામાં, આશામાં, ચાહનામાં છે. એટલે જ ફરી ફરી તને અનુકૂળતાને દૂર કરવાની સલાહ આપું છું.
પ્રતિકૂળતા એ શબ્દ સાંભળતાં પણ માણસ ડરી જાય છે. વિચાર આવતાં આંખ સામે ભયાનકતા ખડી થાય છે, તો સાથે પ્રતિકૂળતા સ્વીકારતા શું થાય ?
તને ખબર નથી. જગતના એક સર્વશ્રેષ્ઠ પ્રસિદ્ધિ લેખકને પૂછ્યું કે તમારી સફળતા શાને આભારી ? મારી જીભ તતડાય છે, તેથી જો બોલતા આવડતું હોત, તે નાહકની પંચાત કરી મારે સમય અને શક્તિ વેડફાઈ જાત. તતડે છું એટલે બોલવાનું બંધ કરી સાહિત્ય સર્જનમાં વધ્યો.