Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 272
________________ ૨૨૮ તારું વચન તને રાગદ્વેષ તરફ આકર્ષતું નથી. તારા વચનથી તું કોઈને રાગ તરફ આકર્ષ તે નથી. તારી વાણી જિનાજ્ઞાથી પવિત્ર બની ગઇ છે. તારું મન મહાત્માનું છે. સ્વાર્થ વડે કાણું મન અભડાયું નથી. તારા વિચારમાં પરોપકારની સુરભિ પ્રસરી રહી છે. ખરેખર, તું ધન્યાત્મા છે. સાથે નું વિશ્વને પવિત્ર પુરુષ છે. હજી તને મન, વચન, કાયાએ હાર નથી ખવરાવી, પણ હું તારા ધર્મદેહને પાલક છું. મારે તે તારા ધર્મમાર્ગમાં થોગક્ષેમ કરવાના છે, તેથી મારે સત્ય સમજાવવું જ રહ્યું. મન–વચન-કાયાના ત્રિભેટે તું અથડાઇ જાય તો? તારે આ રખડપાટમાંથી કેવી રીતે રરતો કાઢવાને? તેને નેતા કેવી રીતે. બનવાને? તું શૂર બનવાને રાજા યેલો છે. બકાલ બનવા તારા જન્મ નથી. તારે વીર બનવાનું છે, પણ વીર બનવા પ્રથમ તારે ધીર અવશ્ય બનવું જ જશે. જે ધીરે નહિ તે કયારે પણ વીર ના જ બની શકે. પૂજય! હું તે આપને શરણે પાક છું. મને વિશ્વાસ છે આપની શરણાગતિમાં! જેમ સાધુ બનાવ્યો, તેમ ધીર અને વીર બનાવો. હું શું કહું? બસ, હું તો આપના ચરણમાં અર્જ કરું. ભલા ! ' વારસામાં સંપત્તિ અપાય, રથાન અપાય. સત્તા અપાય, પણ. સગુણ અપાતા નથી. સદગુણ પ્રત્યેક વ્યક્તિએ ખુદના પ્રયત્ન દાસ પ્રાપ્ત કરવાના છે. હું તને ધીર બનવાનું શિક્ષણ આપી શકું, ધીર બનવાની તાલીમ આપી શકું, પણ ધીર તે તારે જ બનવું રહ્યુંસાંભળ બેટા .. . ' સીધા સાદા લાગતા મન–વચન અને કયા કયારેક એવી ગુંગીરી કરે છે. આપણે સંયમધન આપણા પિતાના થઇને ચરી જાય છે. મહારથી અને માંધાતાઓ આખી દુનિયાની સાથે અજેય વીર છે છે, પણ જ્યારે ગૃહયું ઉત્પન્ન થાય છે, ત્યારે ભયંકર પરાજેય પ્રાપ્ત કરે છે, તેમ સાધક આગળ પણ આવી જ બંનેની સમસ્યા થૈવાની.

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281