________________
૨૩૬
કોઈને કોઈ યોગ દ્વારા શુદ્ધાત્મ દશા પ્રાપ્ત કરવાની. મુખ્ય ચાર રસ્તા છે. કથાનુયોગ તારે ઘણાને, પણ ધીમે ધીમે. ગણિતાનું યોગ ચરણ કરણાનુયોગ. મધ્યમ ઝડપે દ્રવ્યાનુયોગ દ્વારા તરે, થોડા પણ તરે, જલદીથી શાસ્ત્રના ચિંતન મનનથી દ્રવ્યાનુયોગનો આરાધક બન અને આત્માનું રક્ષણ કર. બસ, એ જ હિતભાવના. “મનક!
રક્ષણ શાશ્વત પદાર્થનું, હિતકારક પદાર્થનું અને સ્વભાવભૂત પદાર્થનું કરવાનું હોય. આવું રક્ષણ કરી વિકરાળ મોહનું ભક્ષણ કર. વિશ્વના તમામ ભૂતો અને પ્રાણીનું રક્ષણ પછી સ્વાભાવિક બની જશે અને તે દ્વારા આત્માનું સનત રક્ષણ થઇ જ જવાનું. ઓ શäમભવસૂરિ મ.!
આપણા સાંનિધ્યમાં મહાત્મા મનકના આત્માનું રક્ષણ થયું, તેથી -તો બાળક પણ બહિરાત્મદશામાંથી મહાત્મદશાને વર્યા. કૃપા કરો અમ સમા પામર પર, અને કરે સદૈવ ઝાઝેરાં અમ આત્માનાં જતન!