Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 279
________________ ૨૩૫ સાંધકt" સંસારની વિષમ અવસ્થામાં રાગ અને દેશનાં તોફાન વચ્ચે કર્મ અને અધ્યવસાયના સંઘર્ષ વચ્ચે વિજયી બનવાનું છે. પ્રમત્ત અવ-- સ્થામાંથી જ અપ્રમત્ત અવસ્થાની સાધના આગળ વધારવાની છે. દયિકભાવના, ક્ષાશમભાવના સંગ્રામમાં પહેલાં ઊતરવાનું છે. તે. પછી બનને સાધન બનાવી સાયિકભાવના, શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર. મેળવવાના છે સરાગ સંયમથી વીતરાગ સંયમની પ્રાપ્તિ અંગે ઝૂમવાનું છે. આર્તરૌદ્ર દયાનના સંયોગોમાંથી સતન ધર્મધ્યાનમાં રત રહી શુકલધ્યાનના રોપાન સર કરવાના છે. આત્માનું રક્ષણ એટલે તેના શુદ્ધ સ્વરૂપનું રક્ષણ. શુદ્ધસ્વરૂપના પ્રગટીકરણનો પુરુષાર્થ પ્રતિક્રમણ જેવી તારી દષ્ટિની નાની ક્રિયામાં પણ આત્મશુદ્ધિનું લક્ષ્ય રાખવું પડશે પહેલાં યોગ્ય સમયે પ્રતિક્રમણ કરવું, યોગ્ય સ્થળે કરવું, યોગ્ય વિધિથી કરવું, સૂત્રના યોગ્ય ઉચ્ચારણ દારા કરવું. યોગ્ય દૂરવરદીને ખ્યાલ રાખવો, અર્થનો ખ્યાલ રાખવો, યોગ્ય મુદ્રાને ખ્યાલ રાખવો. ગ્ય તન્મયતા પેદા કરવી, તે માટે તમ્મણે તલ્લેસે તલભાવની સાધના કરવી જરૂરી રહેશે. એ બાદ વિચારવું રહેશે. મારી શું શુદ્ધિ થઇ? મારા જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણ કેટલા વિકસ્યા? સમસ્ત દુનિયાની સમસ્ત દુન્વયી ચીજોને વિસારી, આત્મગુણેની પ્રાપ્તિ અર્થે સતત પ્રયત્નશીલ રહેવું તે આત્મરક્ષણ. આમાં કોઇના પ્રમાણપત્ર નહિ ચાલે. કોઈની લાગવગ નહિ ચાલે. સંપૂર્ણ શુદ્ધગુણની. પ્રાપ્તિ અને તેનું જતન તે આત્મરક્ષણ. કેવળજ્ઞાન આપણું અંતિમ ધ્યેય બિંદુ. કેવળજ્ઞાન નહિ મળે ત્યાં. સુધી જેપીને નહિ બેસવાનું. જિનેશ્વર ભગવંતે અનંતયોગ કહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281