________________
૨૩૩
વિચારણા કરવા લાગ્યો, કેટલુંક મને યાદ આવ્યું. કેટલુંક બીજાએ યાદ કરાવ્યું. “મા” એ કહ્યું બેટા ! એધા અને મુહપત્તિનું ધ્યાન રાખજે. કોઈએ કહ્યું ભલા ! પાત્રા અને સંથારાનું ધ્યાન રાખજે. ગુરુએ કહ્યું પ્રતિક્રમણ. પડિલેહણ અને સ્વાધ્યાયનું ધ્યાન રાખજે.
. પણ આ તૈયારી અને સાધનામાં મુખ્ય વાત ના વિસરી જતો. મારું કામ તો મુખ્ય વાતની સ્મૃતિ કરાવવાનું. યાદ દેવરાવીશ, પણ રક્ષણ તે તારે કરવું પડશે. બધી તૈયારી કોઈ કરી આપશે અથવા કરાવવામાં મદદ કરશે. રક્ષણ તે તારે કરવું પડશે. શાનું જાણવું છે? ધ્યાનપૂર્વક સાંભળ, અપ્પા ખલુ સાયં રકિખાવી. આ બધામાં સતત આત્માનું રક્ષણ કરવું જોઈએ.
મારી વાત સાંભળી તું હસવાના અનેક અટપટા પ્રશ્ન પૂછભવાન. તું કહીશ, શું આત્મા પડી જવાનો છે? તેને વાગવાનું છે? તેને લાગવાનું છે? તે માંદા પડવાનો છે? તેના વળી રક્ષણ શાના? બસ, એ તે અજરઅમર છે. એના રક્ષણની સાવધાની શાની? મને આ બધી તારી પ્રશ્ન પરંપરા અને મનની ગૂંચ ખબર છે,
જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ક્રિયા અનુષ્ઠાન બધુ કરે છે, પણ જેના માટે કરવાનું છે, જેની શુદ્ધિ માટે કરવાનું છે, તે તું જાણતો નથી એટલે ઘણીવાર ઘણું કર્યા પછી પણ અતે તું હતાશ અનુભવે છે. ઘણીવાર ધર્મ જેવા અમૂલ્ય તત્ત્વને કીર્તિ કાચના ટુકડા ભેગા કસ્વાનું સાધન બનાવે છે, તેથી જ કહું છું : આપણી સમસ્ત આરાધના તપ, ત્યાગ, ૫, ધ્યાન આત્માના રક્ષણ માટે છે. આત્મા શાશ્વત છે, તેથી જ તેનું રક્ષણ કરવાનું.
પ્રસ્તુત પ્રકરણમાં તને ભૂતનું રક્ષણ કરવાનું ના કહ્યું. પ્રાણનું રક્ષણ કરવાનું ના કહ્યું, જીવનું રક્ષણ કરવાનું ના કહ્યું, પણ આત્માનું રક્ષણ કરવાનું કેમ કહ્યું તે અંગે કોઈ દિવસ કંઈ વિચાર્યું?