________________
૨૩૧
મનક! મારા મનક!
- સિદ્ધિની સાધના માટે સંપૂર્ણ સદાચારી મન-વચન-કાયા જોઈએ. જેમ વફાદાર સૈન્ય ન હોય, તો સેનાપતિને વિજય ન થાય, તેમ સાધનાની સિદ્ધિ માટે સંપૂર્ણ શુદ્ધ પવિત્ર મન-વચન-કાયા જોઈએ. બસ, અંતરના આશિષ આપું. તું ખુલના ન પામ અને કદાચ ખલના પામે, તે પણ તુરંત સાવધ બની પરાજયને વિજયમાં પલટાવી દે એ જ ચાહના છે. ઓ ગુરુદેવ!
મહાત્મા મનક ખલના ન પામ્યા, કારણ આપે તેઓના સંયમરથનું સારથીપણું કર્યું. શું અમારા સારથી ના બને. અમારી ખલના ના નિવારો? પ્રભો!
અવજ્ઞા, આશાતના, અનાચારથી અવશ્ય બચાવો. અમારા પણ મન-વચન-કાયાને પવિત્ર બનાવે.
એ જ તારક ચરણોમાં નમ્ર વિનંતિ.
shith
,