________________
૨૩૨
ચનામાને છે ક્યાંય 4
બની ર
ચાલી ગયેલી હશે. એટલે તેને કહું છું : કયાંય પણ સાધુ આચારથી વિરુદ્ધ વર્તના મન–વચન–કાયાને જુએ, ત્યાં જ તે જ ઘડીએ સાવધ બની જજે. તેઓની અવળી ચાલને સમજવાંમાં દર્ય રાખજે. કાયા. આરામ ઝાખે તો કહેજે : તારા સદૈવના આરામ માટે હવે અણસણ. જ જરૂરી છે. જીભ બોલવા માટે તલપાપડ થાય, તે કહી દેવાનું : મારે તારી પાસે બેલાવવું જ છે, સમવસરણમા ધર્મદેશના અપાવવી છે. જ્યાં સુધી સમવસરણમાં બેસી ધર્મદેશના ન આપી શકે, ત્યાં સુધી વચનનો દુરુપયોગ નહિ કરાય. સુયોગ્ય વચનની તાલીમ લેવી જ રહી. હવે ગુજ્ઞા વગર કશું નહિ બોલવાનું, વ્યાખ્યાન પણ નહિ, અને ધર્મોપદેશ પણ નહિ.
મન શું કરે છે તે સમજવાનું છે. જે મનમાં શુકલધ્યાન પ્રાપ્ત કરવાની શક્તિ છે. તે તને આર્તરધ્યાનવડે નરકાભિમુખ બનાવે છે. તું તે નહિ ચલાવી લઇશ. તેની શક્તિ—અશક્તિ તે જાણી છે. જ્યાં સુધી આત્મસંયમ નહોતો આવ્યો, ત્યાં સુધી તમે ફાવ્યા, પણ હવે ગુરુકૃપાએ તું ધીર બન્યો છે. આત્મસંયમી બન્યો છે. તારી દુનિયા બદલી નાંખ. સર્વત્ર જિન જિન જોતા રહે. પછી મનને કહી દે. આંખમાં સમાયેલ અરિહં તને મનમંદિરમાં બિરાજિત કરવા છે. મારા હૃદયસિંહાસનને જિનના ધ્યાનવડે પવિત્ર કર.
જે પદાર્થ–જે પરિસ્થિતિ અને જે વ્યક્તિ દ્વારા મન–વચનકાયા ભૂલ કરે, ત્યાં જ તે પદાર્થને, તે પરિસ્થિતિને, તે વ્યક્તિને તારી સાધનાનાં અંગ બનાવી દે. મન–વચન-કાયાને સન્માર્ગે લાવ. ઉન્મા દથી પાછા વાળ.
ગમે તેમ તોય સાધકનાં મન–વચન–કાયા છે. શિક્ષિત અશ્વ જેવા છે. લગામ ખેંચીશ એટલે જ તે સીધા થઈને દેડવા માંડશે. ગુરુનું સાંનિધ્ય સ્વીકારી ભૂલ થાય તો તુરત પ્રાયશ્ચિત્ત લઈ લે છે. એટલે મન–વચન-કાયા લગામ ખેંચાતા જ બહુજ અનુકૂળ બની જશે.