________________
૨૩૪
જ્યાં ચૈતન્ય દશા અતિ મલિન છે તે ભૂત.
( પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જળ) જ્યાં ચૈતન્ય દશા એટલ બાપડી છે કે શ્વાસેાચ્છવાસ અને ભાષામાં જ તે સીમિત થઈ જાય છે તે પાણ.
3
આવા ( પ્રાણધારી બેઇન્દ્રિય વગેરે ) જ્યાં ચૈતન્ય દશા એટલી તિરોભૂત થઈ ગઈ છે કે દેહમાં જ દેહીના દર્શન થાય છે તે જીવ. જ્યાં ચૈતન્ય દશા સંપૂર્ણ વિકસિત છે. જ્ઞાન—દર્શન—ચારિત્ર નિજ સ્વરૂપે પ્રકાશ્યા તે આત્મા.
મનક !
સાધુપણું સ્વીકાર્યા બાદ આવી શુદ્ધ આત્મદશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાના છે.
ધૂળધાયા ધૂળમાંથી સેાનું હેવી રીતે શેાધી કાઢે. દુનિયાને ધૂળ દેખાય. પણ ધૂળધોયા કહે આમાં સાનુ છે. મારા અને તમારા જેવા કહે ભાઈ! અમને તો ધૂળ લાગે તે ફેંકી દે. તે કહે તમારી પાસે યેાગ્ય પ્રયત્ન નથી. તમને ગમ નથી પણ મને ગમ છે. આમાંથી જ ચાળી ચાળીને સાનું કાઢીશ.
કહેવાય છે મુંબઈ શહેરની સમસ્ત ગટરો જ્યાં એકઠી થાય છે, ગંદકી, દુર્ગંધ માથુ ફાટી જાય તેવી છે, ત્યાં કેટલાક ઝવેરાતના દલાલેા અડ્ડો જમાવીને બેઠાં છે. કચરામાંથી મહામૂલ્યવાન હીરાને શેાધે છે અને પેલા ધૂળધેાયા અબુધા એક નંગને પાંચ હજાર, સાત હજારમાં વેચે છે. ખરા માલ તો પેલા ઝવેરી મેળવે છે, એક ઝવેરી કહે ગટરમાંથી દલાલે સામટા નંગ પાંચહજારમાં આપ્યાં. સાંજે મે એક જ નંગના એકવીશ હજાર મેળવ્યા, કોઈએ ગટરમાંથી શેાધ્યો અને કોઇએ ઓળખીને વેચ્યા બીજાને !
ગટરના કચરામાંથી હીરો શેાધ્યા. કોઈએ ! મૂલ્ય સમજે કોઇ અને વેચે કોઈ !