Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 276
________________ ૫૦. અપ્પા ખલુ સયય રકિખઅવ્વા એક યુવાનને દૂરસુદૂર અનેકમનેહર રમણીય દેશ જોવાની અભિલાષા જાગી. એ તે એક પછી એક અનેક વ્યક્તિને મળી પ્રવાસની માહિતી એકત્રિત કરવા લાગ્યો. ભૂલી ન જવાય એટલે તેને લાંબી નોંધ કરી. તેમાં પણ વિભાગ કર્યા. કઈ સાધન સામગ્રીની જરૂરિયાત ? કઇ ચીજથી સાવધ રહેવાનું ? કયા સ્થળે શું જોવાનું ? કયાંથી શું લેવાનું ? કયાં કોને મળવાનું? એ તૈયારી પૂર્ણ થઈ અને પ્રયાણના દિવસ આવી પહોંચ્યો. નોંધ મુજબ બધું જ સંભાળી લીધું. એક બે અને ત્રણ વાર ગણત્રી કરી ચૂકયો. પ્રવાસી મનમાં જ મલકાવા લાગ્યા. મારા જેવું કોઈ ચોક્કસ નહિ હાય, ચાલા ! આપણે તે સફળ મુસા ર બનીશું. આમ વિચારમાં ગાડી ચાલવા લાગી, ત્યાં તે ગાર્ડ આવ્યા : ટિકિટ બતાવા ટિકિટ...અરે ! મારી નોંધ કયાં ગઈ? પેાતાની પૂરી નોંધ જોઇ ગયા.. ભાઈ ! ટિકિટ લેવાનુ મારી નાધમાં નથી, નેધ મુજબ બધી તૈયારી કરી છે. શું 'ટિકિટ વગર મુસાફરી થાય ? ઊતરી જા, ગાડીના બધા પ્રવાસી હસતા રહ્યા અને ભાઈસાહેબને રડતે મેઢ નીચે ઊતરી જવું પડયું. . ચિતક ! આ વાત સાંભળીને તું પણ હસીશ, પણ હસવાનુ નથી, ગંભીર બની તારે તારા અને મારે મારા વિચાર કરવાના છે. જેમ પેલા મુસાક્રની અભિલાષા મહાન હતી, તૈયારી પણ અપૂર્વ હતી, પણ ટિકિટ વગર તેની મુસાફરી રોકાઈ ગઈ. આપણી ભૂલા તો તેના જેવી નથી ને ? મેાક્ષની ખેવના છે. શુદ્ધ શ્રાદ્ધા અને સમ્યજ્ઞાન મેળવ્યાં છે. ચારિત્રના કપરા માર્ગ પર ચઢાણ પ્રારંભ્યું છે. મુનિ યોગ્ય ગુણાની

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281