________________
૨૨૯
બીમાર મારી કાયા થાકી જશે, તે જરા સાચવી લઉં. શરીર સારું હશે, નો ધર્મ આરાધના થશે ને. રોગ છે. રોગ નિવાર માટે દવા લઉં તે...દવા માટે પથ્ય લઉં તે, શુદ્ધ પશ્ય ના મળે તો કરવાનું શું?, એમાં શું? જરા અશુદ્ધ લઈ લેવાનું, તેમ મન ટાપશી પૂરશે અને વચન કહેશે: કાયા અને મનને હું તો મફતનો વકીલ તૈયાર જ છું. તમારા બંનેની ફરિયાદ એવી સુંદર રીતે રજૂ કરીશ કે સાચે આ મહાત્મા છે. તે શરીર માટે કશું કરતા નથી. ફક્ત શરીરને ધર્મકાય બનાવવા સંભાળી રહ્યા છે. પછી ત્રણની ટોળકી જામી જશે અને તારું આત્મધન, તારી સદ્ગતિ, તારી સાધના જોતજોતામાં નષ્ટ થઈ જશે એટલે તને કહું છું: ધીર બનીશ, સ્વસ્થ બનીશ, તો સાચો તેના બનીશ. સાચો નેતા જ્યાં ભૂલ થઈ, ત્યાંથી પાછા ફરે. સૈન્ય હાયું નથી ને જરા હુકમ ન માન્યો, તેમાં શું થયું? પણ હુકમની અવગણના કરનાર, અનાદર કરનાર સૈન્ય એક દિવસ સેનાપતિના પરાજ્યને નોતરે છે. તેમ મહાત્મા! તારાં મન-વચન-કાયા બગડે નહિ, જરા પણ સાધનામાર્ગમાં આનાકાની કરે, ત્યારથી જ સાવધ બનજે. જેમ પ્રતિક્રમણ કરવું છે, પણ હમણાં તો શરીર દુ:ખે છે, પછી ગમે ત્યારે કરી લઇશ. આ ગળીયા બળદની વૃત્તિ છે. આજ દુષ્પયુક્ત છે. બસ, ત્યાં જ જાગૃત બની જ. મનને કડક ઓર્ડર કરી દેજે. નહિ ચાલે, આરામ પછી—આરોગ્ય પછી–આચાર પ્રથમ. જેમ આચાર ન બદલાય, તેમ આચારનો સમય પણ ન બદલાય
એક વાર પણ મન–વચન-કાયાને વશ થયો, તો તારી સાધુતાના પતનની ઘડીઓ ગણાવા લાગશે. એકવાર છે ને ! થઈ ગયું, શું થાય! આ બધી વાત જ તારા સર્વનાશને નોંતરશે. તું ધીરે બનીશ, તો તને સમજાશે કે કયારેય પણ મન–વચન-કાયા કયાંય એકલાં કશું કરી શકતા નથી. બહારથી અલગ દેખાય, તો પણ આ અંદરથી એક જ છે, એટલે એકની ખેવના, અપરાધમાં કંઇક અંશે ત્રણે દૂષિત છે, ગુન્હેંગાર છે. જ્યારે ત્રણે પ્રગટ બળ કરશે, ત્યારે તારા હાથમાંથી બાજી