________________
૨૨૦
અલ્યા બેવકૂફ
રસ્તા ઉપર ફરનાં ભિખારીને રાજમહેલમાં બેસાડી દે એટલે -રાજા થઈ જાય ? શું કપડાં બદલ્યાં, નામ બદલ્યું એટલે સાધુ થઈ જવાય ? ત્યાગી થઈ જવાય ? ' ,
છોડવા માત્રથી ત્યાગી કહેવાય. તે સારી દુનિયા ત્યાગી જ કહેવાય ને? કારણ મરણ સમયે સહ છોડે જ છે ને ? ત્યાગી જ છે ને ? કયાં કંઇ વસ્તુ અંગે મારું એમ બોલે છે. કયાં કઈ વસ્તુને ઉપયોગ કરે છે ?
ભાઈ! છોડવું અને ત્યાગવું ફરક છે. સાધુ તો થયો, પણ આજ સુધી સાધુતા સ્વીકારી મેં સાધનો અલ્પ કરેલાં. મેં મારાં પાત્ર બદલ્યાં પણ મારા મોહને મેં પપેલે, તેથી સાધુતા સ્વીકાર્યા બાદ પણ કોઈ વાર પરિગ્રહ મને સતાવી જતો. છેવટે કોઇવાર પરિગ્રહથી તંગ થઈ ઉપવાસ પર ઊતરી જતો. મને થતું હવે આહારની ઝંઝટ તો જશે. ખાઉં તે પંચાતને. આ જોઇએ ને તે જોઈએ, આવું જોઈએ ને તેવું જોઈએ. લાખો સમસ્યા હલ થાય, ત્યારે મનપસંદ ખોરાક મલે. તેમાં યે પેટમાં ભૂખ ન હોય તો ભોજન એ પણ સજા. પેટમાં ભૂખ -અને મનગમતો ખેરાક મળ્યો. બસ, પછી તે આહાર ઉપર માર્શલ લો કર્યો. હાશ...બોલું એ પહેલાં પેટે યુદ્ધની જાહેરાત કરી. અન્ન પારકું, પણ પેટ તારુંને? અલ્યા મૂરખ ! જાતનાં જોખમ વહોરી આ શું ગાંડપણ આદર્યું? ભોજનની ભયંકરતાથી કંટાળી ઉપવાસમાં જોડાય. “હું કંઈ પણ છોડતો પણ ભયથી કંટાળીને, કરતે. તેથી સમજીને કંઈ ન કરતો. જે કંઈ ના મલ્યું તે પકડયું.
ઉપવાસ તો શરૂ કર્યા, પણ દેહ સુકાવા લાગ્યો. ગભરાયો. બધા વગર ચાલે પણ દેહ વગર ચાલે ? શાસ્ત્રનું પણ ઓછું લીધું, દેહ હોય તે ધર્મ આરાધના થાય. દેહ વગર શું? બધું મારાથી અલગ. એ કદાચ છોડું પણ શરીર કેવી રીતે છોડું ? પરિગ્રહના મૂળ કારણ