________________
૨૧૯
સાધુને વિનવણી કરે : મહારાજ ! આ પ્રસન્નવદનતા કયા રસા-- યણ દ્વારા મલે ? આ હાસ્ય કયા સ્ત્રીરત્નના વિનોદમાંથી મળે? બતાવે સમજાવે. હું તો આવી પ્રસન્નતા માટે આકાશપાતાળ એક કરી ચૂક, તમને પ્રાપ્તિ કઈ રીતે ?
ચકવતી ! તારું ચક્રરત્ન કે તારું સામ્રાજ્ય જેના ચરણોમાં આળોટે છે, એવા મારા ધર્મચક્રવતી વીતરાગના વચનમાં આ પવિત્ર હાસ્ય સર્જવાની તાકાત છે. એ વચન છે.
મમત્તભાવ ન કહિપિ કુજા” ચક્રવતી ! હું પણ તારા જેવો જ દુ:ખી હતો. મારાં અને. તારાં દુ:ખ સમાન હતાં. સમજી લેજે કે તારા નોકરનાં અને તારાં સુખની ઝંખના અલગ નથી દુ:ખનાં કારણે દૂર કરવાની વૃત્તિ અલગ નથી. માત્ર સ્થળ અને સમયને ફેરફાર હોય છે. બાકી રાગી પીનાં તોફાન ધોધલ ઉત્પાતમાં કોઈ ફરક નથી. મારી પણ આજ હાલત. આજ પરિસ્થિતિ હતી. કેદ શાંત સુભાગી પળ આવીને વીતરાગદેવની ત્યાગની બંસરીનાં ગીત મારા હૃદયને દ્વારે પહોંચી ગયાં. કાને શબ્દો સાંભળ્યા, હૃદયમાં વીતરાગ સ્થાપિત થયા. કાયા બિચારી કહ્યાગરી કામિની જેવી છે. એ કયારે પણ મનને હુકમ અનુસર્યા વગર રહેતી નથી.
નાના અને તારા
નથી. માત્ર સ્થાન નથી. દુ:ખનાં કારણે
પ્રભુના એક વાક્યને મેં મહા–આગમ માન્યું; પુનઃ પુન: તેનું ચિંતન, મનન, નિદિધ્યાસન કર્યું. મારા દેવનું વાક્ય “મમત્તભાવે ન કલિંપિ કુજા” એ વાકય મને કંઈક વિચારવા પ્રેરે છે.
પ્રભુએ પદાર્થનો ત્યાગ કેમ ના કહ્યો
શું દાન, માલ, મિલ્કત, ઘર, મહેલ, પત્ની, પુત્ર, સગાંસ્નેહી એ બધા પરિગ્રહ ? આ બધું છોડવાથી જ ત્યાગી થવાય? જિનાગમ મારા મમત્વભાવને ઢઢળે છે જવાબ આપ.