________________
૨૨૫
પ્રરૂપણા થઈ ગઈ હોયે તો તેને માટે બાળક જેવા સરળ હૃદયથી મિચ્છામિ દુક્કડં આપે. ગુરુદેવ વિદ્વાન હોય, અનેક ગ્રન્થોનાં સર્જન કર્યા હોય, કયાંક સ્મૃતિ વિપર્યાસ થયો હોય એટણે શિષ્યોને અંતિમ સમયે સાફ શબ્દોમાં કહે: “હું તમારો ગુરુ, તારક, પણ પ્રભુશાસનના સહારે મેં અનેક ગ્રન્થનાં ગુરુકપાએ સર્જન કર્યા છે. તેમાં જે વાત સર્વજ્ઞ શાસનને અનુરૂપ છે, તે ગુરુકૃપાને આધીછે. કંઈ પણ સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય, તે મારી બુદ્ધિને દોષ છે. પ્રભુ શાસનને પામી અદ્વિતીય શ્રદ્ધાના બલથી કહું છું, મારી પણ ભૂલ હોય તે સુધારજો અને શાસ્ત્રમાર્ગને અનુસરજો. આ પ્રમાણે વચન માન્ય કરશે, તે તમે ગુરુના આત્માને પ્રસન્ન કર્યો કહેવાશે. અન્યથા વાહ વાહ અને છેલ્લે હવા હવા થનારી નાશવંત કીતિને અનુસર્યા કહેવાશે. ગુરુનો દ્રોહ, જિનેશ્વરનો દ્રોહ અને તમારા આત્માનેય દ્રોહ થાય, તેથી કહું છું: મારું તમારું નામ ભૂલજો, પણ શાસ્ત્રવચનને, શાસ્ત્રમાર્ગને કયારે પણ છોડશો નહિ. ( શાસ્ત્રમૂર્તિ સમા ગુરુદેવ શાસ્ત્રને પ્રમાણ કરે, તે ભલા! તારે કયા માર્ગે ચાલવાનું? સાથે બીજું એક સત્ય પણે કહી દઉં?
શાસન સ્થાપક તીર્થંકર પરમાત્માના દેહના આયુષ્યની પણ મર્યાદા છે અને ગુરુના દેહને પણ આયુષ્યની મર્યાદા છે. તું કયારે કેવી રીતે જીવીશ? કેવી રીતે નિર્ણય લઇશ? વ્રત અને પચ્ચકખાણ, આરાધના અને વિરાધનાના નિર્ણય કેવી રીતે કરીશ? તેથી જ કહું છું: “સુત્રાસ્સ મગ્ગણ ચરેજ ભિખુ” સાધુસૂત્રમાર્ગે ચાલે. સૂત્રને અર્થ જે રીતે આજ્ઞા કરે, તે શિરસાવંઘ કરે. સૂત્રના અર્થને જે શિરસાવંઘ કરે છે, તેને સદેવ ગુરુ સાંનિધ્યા છે. સૂત્રના અર્થને જે બહુમાન ગાવે છે, તેની ઉપર અને ત અન ગુરુઓની “કૃપાવૃષ્ટિ થાય છે. સુત્રનો અર્થ જે સદેહે છે, પ્રરૂપે છે, તે એક તીર્થંકર પરમાત્માના
૧૫