________________
૨૧૭
અનુભવ થાય અને મોક્ષમાં જે સહાયક થાય, તે જ મારાં જીવનબળે, પછી ભલેને એ પ્રતિકૂળ હોય. મારું ધ્યેય જાગૃત છે, તેથી પ્રતિકૂળતા મને કર્મનિર્જરાને હેતુ બનશે. આમ. . પ્રતિકૂળ વાતાવરણમાં લક્ષ્યની પ્રાપ્તિ કરે તે સાધુ. જે લક્ષ્યથી કયારે પણ ચલિત ન થાય. વાતાવરણ જેને સુબ્ધ ન કરે તે સાધુ. મનક!
પ્રતિકૂળતા રૂપ પ્રતિસોતમાં, ઉલ્ટા પ્રવાહમાં મોક્ષના લબ્ધ લક્ષ્યવાળ તરી જાય છે, તેથી અનુકુળતા છાડી સાધુની જીવનચર્યા જ્ઞાન તેના આચાર વિહાર વગેરે સમજ અને ધન્ય બન–સાચું કહું છું. ગુરુદેવ!
અમે તો પ્રતિકૂળતાના નામથી ડરીએ છીએ, પણ કર્મક્ષયમાં પ્રતિકૂળતા કેવી રીતે સહાયક બને? પ્રત્યેક સંયોગમાં અમે જે મોક્ષનું લક્ષ્ય કર્યું છે, તેનું લક્ષ્ય પ્રતિ સતત સાવધ રહી પ્રતિકૂળતાને પણ આરાધનામાં સહાયક બનાવવાની ભાવના થાય તેવા આશિષ.
આ ભાવ ક્યારેક તો સફળ બનશે ને ? હજી તો ભાવ જ નથી થતા. આ છે અમારી લાચારી !