________________
૨૧૬
સાધક !
તું પણ વિચાર. મનગમતાં ભોજન મળ્યાં હોત, તે ઉમેદરી વ્રતનું પાલન થાત, સ્વાધ્યાય થાત કેટલો પુણ્યશાળી? નીરસ આહાર મળ્યો, એટલે પ્રમાણાતિરિકતતાનો દેવ ના લાગ્યો. પ્રમાદ ન આવ્યો. અપ્રમત્તભાવે સંયમની સાધના થઈ.
પ્રતિકૂળ આહાર જેમ સંયમની સાધનામાં સહાયક છે. તેમ પ્રતિકૂળ વાતાવરણ પણ સંયમમાં સહાયક છે.
વિનીત આજ્ઞાપાલક શિષ્ય મળે, તો કદાચ રાગ થઈ જાય, મમત્વનું બંધન લાગી જાય.
શાંત-સુકોમળ ગુરુ મળી જાય, તે દાચ તારી સાધના શિથિલ થઈ જાય. જો ગુરુ ઉગ્રસ્વભાવી, કડક મળે, તે તારી સાધના સર્વશ્રેષ્ઠ બનશે.
ગુરુ જેવા ઉપકારક પણ તને અનુકૂળ મળશે, તે હું તેમને સાલસતા દ્વારા હૃદયના અભાવે નમીશ નહીં, પણ તારા દુર્ગુણોને જ પાપીશ.
હા.પ્રતિકૂળતા એકલી જ કાર્ય સાધિકા નથી, પણ પ્રતિકૂળ વાતાવરણમાં જીવવાની કળા આવડવી જોઈએ. જે એ કળા હસ્તગત ન થાય, તો ક્ષણે ક્ષણે કર્મબંધ. અરે ! સાધુ થયો તો આ પ્રતિકૂળતાએ ? ના...ભાઈ... ના, સાધુ થયો એટલે નહિ, કર્મને વિચિત્ર ઉદય છે, તેથી પ્રતિકૂળતા ગત જન્મમાં સુસાધનો દુરુપયોગ કરેલો એટલે પ્રતિકૂળતા. સાધુ થયો એટલે પ્રતિકૂળતા તને કર્મબંધનું કારણ નહિ બને. પ્રતિકૂળતા કર્મ નિર્જરામાં સહાયક બનશે; પણ હજી એ વાત યાદ રાખવાની છે. સ્વાર્થ માટે, સત્તા માટે, કેણ પ્રતિકૂળતા સહન નથી કરતું ? - સાધુ પ્રતિકૂળતામાં જીવવાની શક્તિ મેળવે, પણ મોક્ષના લક્ષ્યની પ્રાપ્તિ માટે, તેથી તેને પ્રત્યેક પ્રસંગમાં એક જ દેખાય. એક જ