________________
૨૧૪
તારી દશા ઘાંચીના બળદ જેવી. ખૂબ ચાલ્યો, પણ હતો ત્યાં ને ત્યાં તેમ ત્યાગ કર્યા છતાં શાતાની ચાહના એટલે સંસારી.
તું નાનું બાળક છે. પ્રાતકાળમાં તું વહેલો ઊઠીશ કે કોઈ વહેલા તેને ઉઠાડશે, ત્યારે ઊંઘ તુરત ફરિયાદ નોંધાવશે. મારે મહાવ્રતો પાળવાનાં છે, ઊંઘને કયાં છોડવાની છે. જ્યા સૂવા દો. જોસુઈ ગયો તે..અનુકૂળતાએ તારા સ્વાધ્યાયને, તારી નમ્રતાને, તારા અપ્રમત્ત ભાવને કચડી નાખ્યો. તને લાગે છે, જેરા સૂઈ જઉં એમાં શું? હું કયાં હિંસા કરું છું, જૂઠું બોલું છું તે પાપ લાગે. સૂવાની તો ભગવાનની પણ આજ્ઞા જ છે ને ? ભલા સાધક !
સાધુને સંથારો કરવાને પણ નિયમિત સમયે અને ઊઠવાનું પણ નિયમિત રામ. જિનેશ્વર પ્રભુની પથારી માટેની આજ્ઞા યાદ રહે છે અને રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્વાધ્યાયની આજ્ઞા છે તે કેમ ભૂલી જાય છે? સાચે અનુકૂળતાને પ્રેમ તારા જ્ઞાનગુણને દૂષિત કરે છે.
નીંદ આવતી હોય, શરીર તૂટતું હોય, તો પણ ભગવાનની આજ્ઞા યાદ કરી પગના અંગૂઠા પકડી સ્વાધ્યાયમાં લીન બન. જે કેટલી કર્મનિર્જરા થાય છે. તારું જ્ઞાન કેટલું મજબૂત બને છે. થોડા દિવસ અવિરત પુરુષાર્થ કરીશ એટલે નિંદા તારા સ્વાધ્યાયના સમયે ભાગી જશે.
ગોખી લે પહેલું સૂત્ર :નીંદ આવે ને સુવે તે સંસારી. નીંદ આંખમા ઘેરાતી હોવા છતાં સ્વાધ્યાયમાં તત્પર બને તે સાધુ. ભૂખ લાગે એટલે મનપસંદ ખાય તે સંસારી. ભૂખ લાગે છતાં કણ્ય અને રૂક્ષવૃત્તિમાં મજા માણે તે સાધુ.
સાધુ જીભ માટે આહાર ન લે. સાધુ સાધના માટે આહાર લે, તેથી ઠંડું, ગરમ, સુસ્વાદ્ય, અસ્વાદ્ય, પૌષ્ટિક, અપૌષ્ટિક, સરસ, નીરસના