________________
, ૨૧૩
જમીન ઉપર રહ્યા રહ્યા ટેકરી પર રહેલ વૃક્ષનાં ફળ તોડવાં તે માટે કેટલી બુદ્ધિ ? કેટલો પ્રયત્ન ? કેટલા એકાગ બનવું પડે. કેટલી વાર ઊંચાનીચા થવું પડે, તેનાથી ય અધિક તારે તારા જીવનમાં સાહસ અને સતત જીવંત જાગૃતિ સાથે વિચરવાનું છે, વિહરવાનું છે.
સમસ્ત દુનિયા જેમાં મહાલે છે, જેને સારું માને છે, તે તારે ક્ષણના વિચાર વગર ત્યાગવું પડશે. દુનિયા જેનાથી ભાગે છે, તેને સહર્ષ તારે સ્વીકારવું પડશે.
નદીના પ્રવાહની દિશામાં તે સી હોડી હંકારે, નદીના અનુકૂળ પ્રવાહમાં તો સૌ નદી પાર કરે, પણ સનસનાટીપૂર્વક વાતા પવન સામે તો કોઈ વિરલ જ નદી પાર કરી શકે
સાધુના શબ્દકોશમાં સુખ, સગવડ, અનુકૂળતા, મનપસંદ, ફાવેતેવું સહેલું પડે એવું આ બધા શબ્દો રદ થઈ જવા જોઇએ. શબ્દ ૨દ કરવા માત્રથી નથી ચાલવાનુ. શબ્દને જમાવનારી ભાવના જ ભસ્મીભૂત કરવી પડશે.
જગત જેને દુ:ખ કહે તેને સહર્ષ ભેટવા તૈયાર થા.
જગત જેને સુખ કહે તેને ત્યાગવા હરદમ તયાર રહે. . જગત જેને પ્રતિકુળ સંયોગ કહે તેમાં જ તારે સાધના કરવાની.
જગત જેને અનુકૂળ સંથાગ કહે તેનાથી દૂર ભાગીને સાધના
કરવાની. અનક!
| જલ્દી કહે, તારે મોક્ષ ગમે ત્યારે જોઈએ છે કે જેટલો જલદી મળે તેટલું જલદી જોઈએ છે? જો જલદી મેક્ષ જોઈએ તે પ્રતિકૂળતાને સ્વીકાર. પ્રતિકૂળતામાં આત્મા સંજાગ રહે છે અને ભયંકર દુષ્કૃત્યનો, નિકાચિત પાપાને ક્ષય થશે. અનુકૂળતામાં શાના પેદા થસે અને તે શાતા મોહના ચકકરમાં ખેંચી જશે.
સાધ બન્યા બાદ અનુકૂળતાને વિચાર કે સ્વીકાર કરીશ, તો