________________
૪૭. મમત્તભાવ ન કલિંપિ કજજા,
સરોવરના કાંઠે લીલાછમ વૃક્ષના જૂથના જૂથ હોય છે, પ્રાતઃ કાળને સોહામણો સમય હોય છે. સૂર્યના રકત કિરણોથી પૃથ્વી નવપલ્લવિત ના બની હોય એ પહેલાં વૃક્ષો પરથી હજારોની સંખ્યામાં પક્ષીગણ મુક્ત ગીત ગાતાં અનંત આકાશના પ્રવાસી બની જાય છે.
જ્યાં રાત્રિના વિશ્રામ કરેલ થાકને દુ:ખ દૂર કરેલ—નવીસ્કુર્તિ–નવી તાજગી જે વૃક્ષની શીતળ છાયામાં મેળવેલ તે વૃક્ષ સામે પુનઃ એકવાર દષ્ટિ નિક્ષેપ પણ કરતાં નથી. બસ એ પક્ષીઓને એક જ પોકાર છે, વૃક્ષ બંધન છે...સીમિત છે. અમે તો અનંત આકાશના પ્રવાસી આકાશનો પથ જ્યા સુધી ન મલ્યો હતો, ત્યાં સુધી માળાના–વૃક્ષના પાંજરામાં રહ્યા હતાં અમને અમારું મળવાથી અલૌકિક આનંદ છે. ભૂખનાં દુખ ના સતાવે, થાક ન લાગે, બસ ઊડયા જે કરીશું, ઊડયા જ કરીશું. મનક !
તું સિદ્ધોની દુનિયાને પ્રવાસી, તારી મસ્તી કોઈ અનોખી, પુદગલની માયા તને ના લાગે, રાગના રાજમહેલ સામે પણ તું એક ઉપેક્ષાની દૃષ્ટિએ જુએ. છ ખંડનો માલિક ચક્રવતી તેના ૧૪ રત્ન, નવનિધિ અને બત્રીસ હજાર મુકુટબંધ રાજાનું ઐશ્વર્ય, ચોસઠ હજાર રમણીઓના લાલિત્યનું વર્ણન કરતાં સાહિત્યની એક નવી દુનિયા સર્જી દે, પણ સાધુના મુખ ઉપરનું નિર્મળ સ્મિત જોતાં તે શરમાઈ જાય. તેનું મન કાબૂમાં ન રહે.
દુનિયાને
મહેલ સમાજ,