________________
૧૩૬
ઊભું છે. પટનાયક કોને સ્થાપવા ગુરૂ સૂરિમંત્રની સાધનામાં લીન બન્યાં. અધિષ્ઠાયક દેવે સૂચન કર્યું. પ્રાત:કાળે ૨૦૦૦ સાધુના ગચ્છનાયકના દર્શન માટે આતુર છે. ત્યારે ગુરૂદેવ એક પાણી ભરી રહેલ શિષ્ય પર ગચ્છનાયકને વાસક્ષેપ કરે છે. સૌ નતમસ્તક બની ગયા, ગુરૂ કહે સેવા દ્વારા ધન્ય બની ગયો. શિષ્ય કહે આપની કૃપાએ વામને વિરાટ બનાવ્યો. હવે એ પદની જવાબદારી ઉઠાવવાની શક્તિ આપે. મારે મન સેવાથી અધિક આ પદ નથી.
સેવક ત્યારે જ સર્વોત્કૃષ્ટ બને સેવાના બદલામાં કંઈ ઝંખના ન કરે. સેવા ત્યારે મૂલ્યવાન કહેવાય સેવાથી અધિક જગતમાં કાંઈ ના લાગે. સેવામાં જે લયલીન બને છે તેનું જ્ઞાન તેની શિક્ષા પ્રતિદિન વૃદ્ધિ પામે છે.
મનક
સેવા તો પગથિયા વિનાનું સીધા પહાડનું ચઢાણ છે. આજ્ઞાપાલન ચીકણા પહાડ પર ગોળ ગોળ ચઢવાનું છે,
સેવામાં હું નહિ બોલે પણ તારી સેવા – ભકિત તે બોલશે. આજ્ઞાપાલનથી કયારેક ગુરૂને દૂર રહેવાનું પણ આવશે. દૂર રહી કરેલ આજ્ઞાપાલનમાં કયારેક અણસમજુતી પણ પેદા થશે. કયારેક તેની કઠીનતા, કઠોરતા, ભયંકરતા નહિ પણ સમજાય. તેથી રોજ ગુનો નવા આદેશ કરશે, ત્યારે મનમાં સમરાંગણ નહિ પેદા થાયને ! ગુરૂ તે હુકમ કરે છે. તેમને ક્યાંથી કઠીનતાની ખબર હોય જો આ ઠંદો જીતીશ, તો જ આજ્ઞાપાલનમાં વિજયી બનીશ. યુદ્ધ ચઢેલા ક્ષત્રિયને પ્રિયતમાનું મુખ યાદ આવે તો તલવાર તે ચાલે પણ હાથ ઢીલો પડે. જ્ય પરાજયમાં ફેલાય, તેમ ગુરુનો આદેશ શેઠશાહીને હુકમ લાગશે તો ગુરૂ આજ્ઞા પાલન છતાં પણ લાભ તને કાર્યકરને, શિષ્યત્વનો નહિ. આજ્ઞામાં એ અપેક્ષા રખાય નહિ. અમુક સમયે