________________
૧૭૩
તરત ભાન આવ્યું, શિયાળ તારું સંગીત સાભળવા ખરેખર ઇચ્છતુ ન હતું. આતા મારા મુખમાંથી સહેલાઈથી પૂરી મેળવવાની તરકીબ,
સંસારી, દુનિયાદારી સ્વાર્થી માણસ આપણી પાછળ આંટાફેરા કર......આપણને જ કહે : તું સોષ્ઠ .....શું તારી શક્તિ, ત્યારે ખરેખર સાવધ બની જવું. પ્રશંસાના અનુપમ સુંવાળા બંધનમાં બાંધી તમને તેના કાર્યના કયાંક એવા હાથા બનાવી દેશે કે તમને ખબર પણ નહિ પડે. બંધાયા, સાયે અને હવે આ પ્રશંસકના શરણાશ્રિત બની ગયા...હવે બુદ્ધિ શક્તિ સામર્થ્ય તારાં, પણ તું તેની દારી સંચારથી ચાલતાં એક કઠપૂતલી સમા. પ્રશંસાની ઝંખનાઍ તારા હિતસ્વી આપ્તજનાને દૂર કર્યા. નિ:સ્વાર્થી કયારે પણ પ્રશંસા નથી કરતાં, પરંતુ પ્રોત્સાહન આપે છે. આપણી ભૂલ સુધારે છે. પ્રશંસાની ભૂખ આપણને આપણાથી ઉચ્ચવાતાવરણમાં ઉચ્ચ વર્તુળમાં જવા દેતી નથી. પ્રશંસાની ખેવના આપણને ઉચ્ચ આદર્શો, મહાનધ્યેયથી દૂર. રાખે છે.
પ્રશંસાની ચાહના આપણને તુચ્છ વાતાવરણ, તુચ્છ વર્તુળ, તુચ્છ આદર્શો અને તુચ્છ મનુષ્યોની સમીપમાં લઈ જાય છે. કોઈની પ્રશંસાના ફટકો વાગે અને આપણે રબ્બરના દડાની જેમ ઊંચે ઊછળીએ છીએ, હિતસ્ત્રીને અવગણીએ છીએ.
ખુશામત દ્વારા નવા સાધકની પ્રગતિ રોકાય છે. નવા સાધકને નિંદા તિરસ્કાર હતાશામાં નાખી દે છે. કોમળ બુદ્ધિવાળા બિનઅનુભવી ક્યાંથી ખુશામત અને નિદાના વિશ્લેષણ કરી શકે ? વિવેક શક્તિ વિકાસ પામી નથી, એટલે બે મીઠા શબ્દો દ્વારા ફુલાઈ જાય છે. બે કડવા શબ્દો દ્વારા તેની ભાવનાઓ કરમાઇ જાય છે.
અલ્પજ્ઞાની પ્રશંસા અને ખુશામતનુ પૃથક્કરણ કેવી રીતે કરી.
મનોજન