________________
૧૭૪
શકે? અલ્પજ્ઞાની કડક અનુશાસન અને તિરસ્કાર, નિંદાનું પૃથક્કરણ કેવી રીતે કરી શકે? મને સારો કહે છે મારા. મને ખરાબ કહે તે પરાયા.
ભલા! પ્રશંસા તે સ્વરૂપની આત્મ પ્રગતિ માટે કરાય છે. ખુશામત સ્વની સ્વાર્થની સિદ્ધિ માટે કરાય છે. નિંદા સારાને પણ હલકો પાડવા કરાય છે. ભૂલનું સંશોધન સુધારવા માટે થાય છે. તારી પાસે આ દિવ્યદૃષ્ટિ ક્યાંથી આવે ? તેથી તને થોડામાં ઘણું સમજાવવું પડશે.
મનક ' તું પોતે જ તારા આત્મા વડે તારા આત્માને ઓળખ, સ્વદ્રારા સ્વનું સંશોધન.
વિદ્યાથી પણ તું અને શિક્ષક પણ તું. પરીક્ષાપત્ર પણ તારે જ કાઢવાનું, અને ઉત્તરપત્રમાં ગુણ પણ તારે જ મૂકવાના. તારા ગુણની પ્રશંસા પણ તારે કરવાની. તારા અવગુણની નિંદા પણ તારે જ કરવાની.
જેમ ખાનપાનમાં તારી પસંદગીને મુખ્ય રાખે છે, તેમ જીવનપ્રગતિમાં પણ તું જ ગુણદોષનાં મૂલ્યાંકન અવમૂલ્યાંકન કર. તારો શિક્ષક કોઈ નહિ, પણ તારો ગુણપ્રેમી આત્મા જ, તારી નિંદા કરનાર કોઈ નહિ, તારો જ તટસ્થ મધ્યસ્થ આત્મા.
જગતના પ્રમાણપત્રો ગમે તેટલા હશે, પણ તેમાં સ્વની સાક્ષી સંમતિ ન મળતી હોય, તો એ બધા તો સુગંધ વગરના પુષ્પ, ફકત જોવાનાં અને ખુશ થવાનું, મેળવવાનું કંઈ નહિ.
જગતે ગમે તેટલો કાદવ ઉછાળ્યો, ધૂળ ઉડાડી, પણ સૂર્યને શું નુકસાન? જેને ધૂળ ઉડાડી તેના ઉપર જ પડી. ભલા ! તું શુદ્ધ