________________
૨૦૯
આવે પુદગલ પ્રેમીને
સામે શાનું જોવાનું
નાખનારો હોય. કોઈ બકાલ પૂછશે : તેં દીક્ષા લીધી પણ, વિહાર નહિ થાય ? લોચ નહિ થાય તો ? જીવનમાં મુશ્કેલી આવશે તો ?”
પ્રથમ તો જિનશાસનમાં સાધુને મુશ્કેલી આવે શાની ? મુશ્કેલી આવે પુદ્ગલ પ્રેમીને.......! સાધુએ તો પુદગલ સાથે સગાઈ તોડી નાખી, સંબંધ નથી. તેની સામે શાનું જોવાનું? સાધુ એ તો આત્મ પ્રેમી, આત્મ રમણતા સાથે તેને ઘેલું લાગ્યું. આત્મદેવને ચિત્ત પ્રસન્નતાની મસ્તી ચઢી. હવે પૂગલ પ્રીતિ કયાંથી થાય ? જિનાજ્ઞા દ્વારા આત્માની શક્તિ જાણી ન હતી. ત્યાં સુધી દેહનાં જતન કર્યા. દેહની પ્રીતિમાં વ્રતને વિચાર્યા ગઈ કાલે પુદગલના ધર્મો મને સતાવતા હતા, પણ આજે તો આતમ રાજની ચિંદાનંદની મસ્તી મને આકર્ષી રહી
ચિત્ત પ્રસન્ન
-
જ
છે. પહેલાની વાત કરું.
-
રાય ગુરુની સેટ અભિવાત કહે છે. તે પણ મગ થઈ કેવી રીતે મારી લાગે છે ભાઇ? સહનશીલસ ગિલ ખાઈ જ વચન સાંભળ મારા દે.
ગુરુ મને હિતશિક્ષા આપે તે ચોક્કસ ગમતું, પણ મારું અભિમાન મારી આગળ પાછળ આંટા મારી મને કહેતું: જો જો જાતનાં અપમાન ન થવા દેવાય. ગુરુની સેવા કરવાની, પણ તિરસ્કાર નહિ સહેવાને.
પણ જ્યારથી મોક્ષની ઉત્કટ અભિલાષા જાગી છે, ત્યારથી મારું અભિમાન બિચારું મૂંગું થઈ ગયું છે. નમ્રતા મને કહે છે. ભલા ભાઈ ? સહનશીલતમાં ધર્મ છે. કેળા કેવી રીતે ખાય છે? છાલ ફેંકી દઉં છું અને અંદરનો ગલ ખાઇ જઉ છું. ગલ કેવો લાગે છે ? બહુ મીઠ, આરોગ્ય દાયક. બસ ગુરુનાં વચન સાંભળ, ત્યારે પણ એમ કર. કડવાશ કઠોરતા રૂપ છાલ એ તો શબ્દ જન્ય છે, તે ફેંકી દે. હવાની હિતભાવના સ્વીકારી લે. આત્મ સ્વાસ્થ અવશ્ય પ્રાપ્ત થશે.
આજકાલ માયા તો સંતાઈ ગઈ છે. સરળતા સમગ્ર જીવનમાં છવાઈ ગઈ છે. સરળતા દ્વારા મારા જીવનમાં ક્યાંય કોઈ પ્રશ્ન રહ્યો નથી. મારી વાત સરળતાથી સમજાવું છું. સરળતાથી સૌની વાત સ્વીકારું છું. હવે તર્ક, અનુમાન ખટપટની જરૂર પડતી નથી એટલે