________________
૨૧૦
$
માયા બિચારી રિસાઈ ગઈ છે. લાભનું ગજું શું ? મારા નિષ્કામ રૂપી. રાજમહેલમાં પ્રવેશી શકે ખરો ? મે' સ્રીપુત્ર, ધન, ઘર, કીર્તિ બધું છાડી દીધું છે. જયાં કોઇ છચ્છા નથી, આશા નથી, જે મળે...જેવું મળે તેને સંયમનું સાધન બનાવી લઉં છું, પછી લાભ જાદુગર કર્યાં પ્રવેશ કરે ?
ગુરુકૃપાએ ધ શાસ્ત્રના અભ્યાસેત્સધાર્મિક મુનિના સમાગમે હું સુખી, શાંત વિચારક બની ગયા છું. આવેશમાં આવીને દુ:ખથી કંટાળીને કે સુખની ઈચ્છાથી નહિ, પણ આત્મસ્થ બનીને કહું છું. કદાચ કોઈક કાળ એવા આવશે...ભયંકર કર્મના ઉદય થશે, તે કર્મની સામે જંગ જમાવીને રહીશ...કની સામે વનરાજ ચાવડાના પિતા જયશિખરી જેવા રંગ જમાવીશ. હારીને, ઘાયલ થઈને પણ પુદ્ગલ સાથે, સંસાર સાથે લડાઈ ચાલુ રાખીશ, સ્વતંત્ર વીરો સ્વતન્ત્રતાના હક્ક લાહીના અક્ષરોથી લખીને માંગે છે. હું મારા સાડા ત્રણ કરોડ રુવાંટાંમાં આનંદની ઉમિ થી અનંતા સિદ્ધાંને સાક્ષી રાખી કહું છું કદાચ પ્રસંગ આવશે તે ‘ચઇજ દેહ... નહુ ધમ્મ સાસણ', દેહને છાડવામાં પળની ય વાર નહિ કરું, દેહના માહમાં નહિ સાઉં, પણ ધર્મ શાસન—જિનાજ્ઞાતા નહિ છેાડું. પહેલાં સમજ ન હતી, હવે સમજાયું છે.
દેહ વિનશ્વર છે ....ધમ શાશ્વત છે.
દેહની ભેટ દરેક ભવમાં મળે છે, ધર્મ ની કમાણી, ધનું શાસન ભાગ્યશાળી માનવને જ મળે છે.
દેહ અહીં જ છૂટી જનારો માંસના લોચા છે, ધર્મનું શાસન સંસ્કાર રૂપે આત્માની સાથે વિહરે છે.
શું દેહ ખાતર ધર્માંને ગૌણ, કરું ? પણ પરિણામે દેહ તો છૂટ-, વાના. એ તે પાંચપચાસ વર્ષમાં પાણીચું આપી દે અને ધર્મનું સામ્રાજ્ય છેાડી દીધું, પછી હું કોઈના નહિ, તેથી સમજી વિચારી અશા
: