________________
૪૫. ચએજજ દેહ ન હુ ધુમ્મસાસણું
શૂરવીરને કોઈ મારી શકતા નથી, તેઓ મરતા નથી, પણ દેહનાં બલિદાન દ્વારા ધ્યેયની–નિષ્ઠાની જ્યોત વણબૂઝી પ્રજવલિત રાખે છે.
જ્યારે સ્વતંત્રતાનો પવન ફૂંકાઈ રહ્યો હતો, ત્યારે સ્વતંત્રતાની વાત કરનાર ભારતીય રવતંત્રવીરને બ્રિટિશ સરકાર ફાંસીની સજા કરતી હતી. ફાંસીના માંચડા પર તેઓ મુક્ત હાસ્ય કરતા હતા. બ્રિટિશ અમલદાર પૂછતા કે તમને મરણની વેદના સતાવતી નથી ?
મરણ કોનું? દેહનું કે આત્માનું? હું ભારતીય છું. આત્માના પુનર્જન્મમાં માનું છું. આ જન્મમાં તે સ્વતંત્રતાને રંગ મોડે જામ્યો આવતા જન્મમાં માતાના ગર્ભમાંથી સ્વતંત્રતા માટે લડવાનો ભેખ લઈશ. વળી જીવનો હતો, ત્યારે એક જગાએ ભાષણ કરી શકતો હતો, એક સ્થળે રહી શકતો હતો, હવે સ્વતંત્રતાની ભાવના વાળી મારા દેહની રાખ–ભસ્મ સારા દેશમાં ફેલાશે અને દેશવ્યાપી સ્વતંત્રતાની જેહાદ જગાવશે. મારું બલિદાન નિષ્ફળ નહિ જાય તમારી સત્તાને ધરાશાયી બનાવશે. ચાલો ચાલો, વાત ન કરે, મારે મોડું થાય છે. શૂરવીરોનું મૃત્યુ ન હોય, બલિદાન હોય.” મનક!
તું વ્રતધારી નહિ, મહાવ્રત ધારી છે.
તું ઋષિ નહિ, મહર્ષિ છે. તારી પ્રતિજ્ઞા સામાન્ય નથી, સંયમ લીધું તે હવે ઉજજવલ બનાવ. તારો લલકારતારો પડકાર સૌધર્મેન્દ્રને પણ હચમચાવી
*