________________
૨૦૬
ક્ષય તો બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વે થાય, પણ અપ્રમત્ત આરાધના દ્રારા તે કપાયની અવસ્થામાં કપાયોને ક્ષીણ બળવાળા કરી દીધા. કષાય મેહનીયને ઉદય હોવા છતાં તે શાંતિનું સામ્રાજ્ય જમાવ્યું. મન અને ભાષા સમિતિ દારા ક્રોધનું મોટું બંધ કરી દીધું. કલેશ વૃત્તિ તારાથી દૂર ભાગી ગઈ. કલેશ રહિત વૃત્તિનાં દર્શન તારા દારા થાય છે. મનક!
તારી જીવનવૃત્તિ શા માટે તેને સમજાવું છું ખબર છે? મન મર્કટ છે. ઘડીમાં રાજસિંહાસન પર પહોંચી જાય છે, તો ઘડીમાં નરકની ગોદમાં પહોંચી જાય છે. ચારિત્ર ગ્રહણ કર્યું, પણ અધ્યવસાયો વિચિત્ર છે, કયારેક મન સંસારની દિશા તરફ પણ જુએ, તે તું એમને હુકમ કરજે: રૂક જાવકસે. ગિહવા. ગૃહવાસ ભયપ્રદ છે. નિરૂવકક પરિયાએ. સાધુજીવન અભયપ્રદ છે. તારી વિચારણા, તારું ચિંતન તારા જીવનમાં મંગળ કરશે. સંયમના અનુપમ લાભ સમજાશે. સંસારની દુ:ખદાયકતા સમજાશે. તું શાંતિનો ચાહક? અશાંત સંસારના માર્ગે ગમન નહિ કરે. તું સમતાને ઉપાસક ! મહાશાંત સંયમનો સાધક બનીશ.
જીવનમાં આરેહઅવરોહ આવવાના, પતન અને ઉત્થાનના સમય આવવાના.
તને જ્ઞાન આપ્યું છે. પતનના નિમિત્તો આવે તેને પ્રગતિનાં નિમિત્તો બનાવ. અવનતિને ઓળંગી જા.
જા બેટા જા!
સિદ્ધોની સાથે નિવાસ કરે ! તારું પ્રસ્થાન મંગલમય બનો. અભય બનો. ભયસ્થાન અને નિરાશ કરવા, નિરુત્સાહી કરવા નથી બતાવ્યાં, પણ સાવધ રહેવા બતાવ્યાં છે. અભયસ્થાન તને આશાવાદી બનવા દેખાડયાં છે.