________________
૧૭૬
પણ એ બધાં મીડાં કહે છે, અમને કેમ નિષ્ફળ બનાવો છો? અમારું શા માટે અવમૂલ્યાંકન કરો છો ? અમે ખેટાં શા માટે ? ભૂલ તમારી છે, તમે એકડો ન કર્યો. જો એક કર્યા બાદ મીંડાં મૂક્યાં હોત, તો એક એક મીંડાંની – શૂન્યની કિંમત દશ ગણી થાત.
તારું મન જ તારી પ્રગતિ જાણે. બહારના લકે બહારની વાત જાણે, તેઓ તેના વડે પ્રમાણપત્ર આપે એટલે જ શાસ્ત્રનો સાર છે “વિયાણિયા અપ્પગ મપગે આત્મા સાક્ષી આપશે– હું તો નિત્ય સાક્ષી છું, તેથી તારી પ્રત્યેક પ્રવૃત્તિને જાણું. આત્મા કહેશે, હું તો તારી સાથે નિત્ય રહેનાર છું, અંતરનો અધિષ્ઠાતા છું એટલે પ્રવૃત્તિને પડદો ચીરી વૃત્તિને નિહાળું. જગત પ્રવૃત્તિના સત્કાર કરે. તેને તે દેખાય અને આપણને આપણું બધું જ દેખાય. એટલે આપણે આપણને કહીએ: મારે તો વૃત્તિને જાણવાની છે—મને કયાંય રાગદેપ ન સ્પર્શવા જોઈએ. રાગપના એ આભડયા તે મારી બધી અમૃતસમી ધર્મક્રિયા વિષમય બની જાય.
પૂ. શઠંભવસૂરિ મહારાજ કહે છે : જે આત્માને આત્માથી જાણી રાગ૬પમાં સમાન રહે છે, તે પૂજય બને છે, પણ પવિત્રતા વગર પૂજ્યતાને કોશેનું અંતર છે. તેથી મારા મનક ! તું પવિત્ર બન. આત્મસાક્ષીથી પવિત્ર બને, તેના જીવનમાં રાગદ્રોપના પ્રસંગ આવે, પણ સમુદ્રની રેતી જેવા. સમુદ્રની રેતી શરીરને સ્પર્શે પણ ચોંટે નહિ, ઊભા થાય એટલે ત્યાંજ ખરી જાય. - આ કળા સિદ્ધ કરી પૃથ્વીચદ્ર ગુણ સાગરે દેહના મિલનમાં પણ આત્મા વડે આત્માને જાણ્યો. રાગના ભયંકર પ્રસંગમાં પણ હાથને હાથ મળે ત્યાં વિચાર થાય. આ સ્ત્રીને હાથ નહિ, આ પુરુષનો હાથ નહિ, રૌતન્ય સાથે ચૈતન્યનું મિલન, બસ રાગદ્વેષની ઉપેક્ષા ચૈતન્યનું ઉધ્વીકરણ થયું.