________________
૧૮૫
સાધુ જીવનમાં તું વ્યવસ્થિત થઈ ગયો છે એટલે તું સ્વીકારની પૂર્ણહુતિ કરીશ એમાં કોઈ મોટી વાત નથી.
ધ્રુવયોગી એટલે તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક પ્રવૃત્તિ તીર્થકરને સમર્પિત તીર્થકરની આજ્ઞા મુજબ જ તેના મન, વચન, કાયા - પ્રવર્તે. તીર્થકરની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં સાધુનું મન સંમુશ્કેિમ.
તીર્થકરની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં તેની વાણીને મનનું શરણ. તીર્થકરની આજ્ઞા ન હોય ત્યાં શરીરને લકવા હોય તેવી દશા.
ધુવયોગી પડિલેહણ કરે ત્યારે કપડાં ફેરવી ન જાય. ધ્રુવગી પડિલેહણ કરે ત્યારે કપડાંના ડાઘ ન જુવે. -
ધ્રુવગી પડિલેહણ મન ફાવે ત્યારે ના કરે. જેમ તેમ ના કરે, ગામનાં ગપ્પાં મારતાં ના કરે.
ધ્રુવગી પડિલેહણ નિયમિત સમયે કરે. જીવદયાના ઉપયોગપૂર્વક કરે. દેશ વર્જીને કરે, સાવધાન બનીને કરે, મૌનપૂર્વક કરે. નાના મોટાના વિવેકપૂર્વક કરે, શાસ્ત્રના આદેશ અનુસાર પડિલેહણ કરતાં પહેલાં પ્રતિલેખના કરે, પછી પ્રમાર્જના કરે. કાજો લેતા કમળ દશીના ભાગથી લે. વધુ શું કહું. ધ્રુવયોગી એટલે વિધિ નિધિના ઉપગ પૂર્વક પ્રત્યેક વિધિ કરે.
ધ્રુવયોગી એટલે પિતાનું નામ ભૂલી જાય, પોતાનું ગામ ભૂલી જાય. અરે દેહને પણ ભૂલી જાય. દશાંગીમય બની જાય. પાકેલું ફળ જુએ તો તેને દ્વાદશાંગીમાં પ્રરૂપેલ પુદગલના ધર્મો યાદ આવે.
કઈ રૂપલાવય યુક્ત સુંદરી દેખાય, તે તેને લાગે જિનજન્મા ભિષેકમાં ભકિતઘેલી બનેલી દિગ્ગકુમારિકા હશે અથવા વિચાર આવે. કેટલો ધન્યાત્મા છે! ગત જન્મમાં સરળતા અને નિરભિમાન દશા કરી છે, તેનાં કેવા સુંદર ફળ ભોગવે છે?