________________
૧૮૯
હું તે સાચું કહું છું, મને ગોળ ગોળ ના આવડે, આપણે એ શીખ્યા જ નથી.
સજજન ગંભીર બનીને કહે છે: ભાઈ ! સ્પષ્ટ બોલતાં જ શીખ્યા છે કે પછી સ્પષ્ટ સાંભળતાં પણ ? મીઠું બોલવું ગમતું નથી કે મીઠું સાંભળવું ? શાન્ત સ્વસ્થ થઈને જવાબ આપે.
આ પ્રશ્નોત્તરી કદાચ કોઈ વ્યક્તિની હશે. રૂપ, રંગ, ભાષા– સ્થળ–સમય અલગ હશે, પણ સમસ્ત માનવી માનવી વચ્ચે થતી કજિયાની હેળીની પ્રશ્નોત્તરીનું મૂળ આમાં છે. તેમજ વિશ્વની સમસ્ત શાંતિનાં બીજ પણ આમાં છે. માનવીની ભાષાનો જેટલો જૂનો ઇતિહાસ છે, પરનિંદા અને સ્વપ્રશંસાનો એટલે જ જૂનો ઈતિહાસ છે. પરનિંદાનું પાપ જેમ ભયંકર છે, તેમ સ્વપ્રશંસાનું પાપ તેનાથી ય અધિક ભયંકર છે. સ્વપ્રશરાના સ્વભાવમાંથી જ પરનિંદા પ્રગટ થાય છે.
જેને સ્વપ્રશંસા ના ખપે, તેને પરનિંદાની ખટપટમાં કયારેય પડવું પડતું નથી. સ્વપ્રશંસાની ભૂખ એટલી બધી જબરી છે, કે એક ચિંતકે કહેલું કે જીભ મીઠો રસ ખાઈને થાકે છે, પછી ખાટું, ખારું માગે છે, પણ કાન કયારે ય મીઠાશથી ધરાતા નથી, તેને કડવું સાંભળવાની ટેવ જ નથી. હજાર દિવસ મીઠાશથી કહ્યું, પણ એક દિવસ કડવું બોલાઈ ગયું. તે ખેલ ખતમ.
સ્વપ્રશંસાનો રસ લાવારસની જેમ સદૈવ સળગતો રહે છે. લાવારસમાંથી ધરતીકંપ થાય તેમ સ્વપ્રશંસામાંથી પરનિંદા પેદા થાય. દુનિયામાં કઈ ધન્યાત્મા હશે જેણે કયારેય પરનિંદા નહિ કરી હોય, પણ કેણ મહાત્મા હશે જેણે સ્વપ્રશંસા સાંભળી પણ નહિ હોય ? કોણ સંત હશે જેને સ્વપ્રશંસાએ એકવાર હચમચાવી ના મૂકયા હોય? સ્વપ્રશંસાએ ઉન્નત જીવનને પતનાભિમુખ લઈ જનાર લપસણિયું પગથિયું છે.