________________
૪૪. નિવકેસે પરિયાએ
જેની પાસે મન છે, તેવો કોઈ પણ માનવ ઝગડા, ટંટા, ફિસાદ, લડાઈ, વેર, ઇર્ષા, અદેખાઈ પસંદ કરે? જે માનવ થઇને પણ આવી આસુરી વૃત્તિમાં રમે છે, તે દેહનો માનવ, પણ દિલને અસુર છે. - અભિલાષા અને પ્રવૃત્તિ વચ્ચે કયારેક આકાશ અને પાતાળનું અંતર રહે છે. ત્યારે થાય શું : માનવ ! તું આટલો વામન! અભિલાષા પ્રમાણે પ્રવૃત્તિ ના કરી શકે? જવાબ એક જ મળશે. મજબૂર છું.” સંસારના ચક્કરમાં ફસાયો છું. મનક !
તે સંસાર છોડયો. મુનિવ્રત ગ્રહણ કર્યા.
સાચે સંસાર છોડવાના બહાને તે સમસ્ત દુ:ખના કારણરૂપ કલેશને છોડયો છે. ગૃહસ્થનું જીવન એટલે ત્યાં કલેશપ્રધાન બને. સાધુનું જીવન એટલે સમતાપ્રધાન બને. બિચારો ગૃહસ્થ ઝંખે: મારે ઝઘડો ગુસ્સો નથી કરવો, રાગદ્વેપ નથી કરવા, પણ ગૃહસ્થ વૃત્તિ જ કલેશથી સભર છે.
ગૃહસ્થજીવન એટલે ચિંતિત જીવન, મુનિજીવન એટલે નિશ્ચિંત જીવન.
ગૃહસ્થને છ શત્રુઓ તો સંસારમાં રહેવા માત્રથી વ્યાકુળ કરી દે છે. નિવાસ, વસ્ત્ર, આહાર, સંપત્તિ, સંતતિ અને સ્વજન.