________________
૨૦૩
સંસારમાં રહેવા પ્રથમ ઘર જોઈએ. ઘર પોતાનું કરવા આકાશ પાતાળ એક કર્યા. હવે એ ઘરમાં કોઈ પેસી ના જાય, બગાડી ના જાય, ખરાબ ન કરે, તે માટે સતત સંઘર્ષ કર્યા કરવાને. ઘરની ચિંતા કઈક ઓછી થાય, ત્યાં સમાજમાં જીવવા મોભાદાર વસ્ત્રો જોઈએ. વસ્ત્રની એક મહિનામાં એકવીશ જાત બદલાય. દરરોજ નવી નવી પદ્ધતિ બહાર પડે, કદાચ મનમાન્યાં વસ્ત્રદ્વારા વેશભૂશા કરી, પણ દેહનું સૌંદર્ય કયારેય બદલાઈ જાય? વસ્ત્રો પાછળ સમય સંપત્તિ બગાડયાં, પણ ચિંતા તો પાછી તેની તે. કોઈ પ્રશ્ન વરસમાં એક વાર આવે. કોઈ પ્રશ્ન મહિનામાં એક વાર, કોઈ પ્રશ્ન દિવસમાં એક વાર પણ પણ આહારના પ્રશ્નો સ્વાદ લોલુપીને ચોવીશ ક્લાક સતાવે. કેમે કરી ભજન પ્રાપ્તિની સમસ્યા હલ કરે, ત્યાં જીભ અને પેટ બે યુદ્ધ જમાવી દે. જીભ મનપસંદ બરાક ઝંખે. જીભને ગમત બરાક લીધે એટલે પેટ બળવો પોકારે. ઝાડા, ઉલટી, રેગ. બિચારો મૂંઝાઈ જાય. શું કરવું? જીભનો સ્વાદ સચવાય, તે શરીર રોગી બને. શરીરનું ધ્યાન રાખે, તો જીભ બળવો પોકારે મોઢામાં જ કાંઈ ના જવા દે. આહારની ચિંતા ઘણી મોટી. આહાર માટે આહારનો પ્રશ્ન હલ થાય, ત્યાં આરોગ્યનો પ્રશ્ન ઊભો થાય આરોગ્યનો પ્રશ્ન એ ઉધમાત મચાવી દે કે ડાહ્યો પણ ગાંડો બની જાય અને તેમાં આજની ચિકિત્સા એટલે પૈસાનો ધુમાડે ! આમ ચિંતાનું જ ચક્ર !
કેટલું ચિંતાયુક્ત ગૃહસ્થ જીવન ! અન્નવસ્ત્ર અને નિવાસ જેવી પ્રાથમિક સમસ્યા જરા હલ કરી, ત્યાં તો મોટી સમસ્યાની વણઝાર આવી. સંસારમાં જીવવા તે પૈસા જોઈએ. સ્વાર્થી લોકો રાંપત્તિ સિવાય કોઈને સ્થાન આપતા નથી. તમારા જીવનનું મૂલ્યાંકન ન કરે. નાસો, દોડો, ભાગો, ચોરી કરે, જૂઠ બોલો, અન્યાય કરે, પણ સંપત્તિ મેળવો. સમાજ તમારા ગુણને પૂજક નહિ, સંપત્તિનો પૂજક છે. સંપત્તિ