________________
૨૦૦
જીવનમાર્ગના સાચા રાહબર જીવનની બધી આંટીઘૂંટી સમજાવે– જીવનમાર્ગમાં સફળતાની કેડીઓ બતાવે. સાથે જીવનની ભૂલભૂલામણીના પાઠ. પહેલાં જ ગેખાવી દે.
પૂ. શય્યભવસૂરિ મહારાજ “માનવી મન” પાસે એક સિદ્ધિની ગુટિકા મૂકે છે. “માન – વમન” પ્રગતિ પથને મુસાફર થતાં પહેલાં આ ગુટિકા સદૈવ મુખમાં રાખજે. ઉન્નતિ તારા ચરણમાં આવશે. જેમ માતા બાળકને જેવો બનાવવો હોય તેવા રાંસ્કાર ગળથૂથીમાંથી આપે, તેમ.
ગુરુદેવ પૂ. શય્યભવસૂરિ મહારાજ સિદ્ધિસાધક છે. હજારો શિષ્યના પ્રગતિપથના માર્ગદર્શક, ખુદના બાલપુત્ર સાધુ મનકના સાચા રાહબર ના બને એ? બને.
બાલક મનકને ગુરુ કહે છે: “અત્તાણે ન સમુક્કસે જે સ ભિકબૂ” ખુદની બડાઈ ના કરે, તે સાધુ, પણ અનાદિ કાળનો આ રેગ દૂર કરવા પ્રભુમાર્ગને અભ્યાસ કરવો પડશે. બધું ભણીશ, પણ કર્મનું તત્ત્વજ્ઞાન નહિ લે તો તારે રોગ નહીં જાય. રવપ્રશંસાનો રોગ હટાવવા કર્મની પ્રકૃતિ કે એકલા બંધહેતુ ગણીશ, તે નહીં ચાલે. જેમ પ્રત્યેક આત્મા પૃથક છે, તેમ પ્રત્યેક આત્માનાં પાપ અને પુણ્ય જુદાં છે. પાપ અને પુણ્યના ઉદયને આધીન સૌની પ્રવૃત્તિ છે. કર્મનો ઉદય મિથ્યા કરવાની તાકાત કેની છે?
નંદિપેણ જેવા મહાત્મા દીક્ષા લે ચારિત્રમોહનીયમના પશમના કારણે. નંદિપેણ જેવા મહાત્મા દીક્ષા છોડે ચારિત્રમેહનીય કર્મના ઉદયના કારણે. નંદિપેણ જેવા મહાત્મા વેશ્યાના ઘરમાં રહ્યા. પ્રતિદિન દશ આત્માને તારી શકે. ક્યા કર્મના કારણે?
ઉપદેશલબ્ધિના પ્રતાપે. એક જ વ્યકિતમાં એક સાથે પાપ પુણયના કેવા વિવિધ – વિચિત્ર ઉદય છે?