________________
૧૯૭
પ્રકૃતિ તને છોડી દૂર દૂર ભાગી જશે. પછી બીજાં કર્મોને હઠાવવા તારે પ્રયત્ન નહિ કરવો પડે. મહ તેની સેનાને કહેશે ભાગો, સહનશીલતા વિજયી બની છે. મૂઠીવાળીને દેડો, કર્મ તારાથી દૂર દૂર ભાગી જશે. સાયિકભાવનું શુદ્ધ ચારિત્ર તારા આત્મમંદિરના દરવાજે દર્શન દેશે.
મનક! મહાત્મા પૃથ્વી સમા સહનશીલ બન્યા પણ. અમે... સાધુ બન્યા છીએ. સાચા સાધુ બનવાની ભાવના છે, પણ આ ક્રોધનો લાવારસ એટલો ઊકળે છે કે અમારી સહનશીલતા રૂપ પૃથ્વી પર હરઘડીએ ધરતીકંપ થાય છે. ગુરુદેવ! અમને સહનશીલ બનાવે. અમે પણ આપના. મનક, અમારું પણ કલ્યાણ કરો. એ જ નારક ચરણમાં વિનતિ.