________________
૧૫
- શા માટે પૃથ્વી સમાન ? બીજા કોઈના જેવો નહિ અને પૃથ્વી જેવો... સમજાતું નથી? એમ સમજાશે નહિ...ચિંતન કરીશ તે જ સમજાશે! મનન કરીશ તે જ મારી વાતનું રહસ્ય સમજાશે.
પૃથ્વી પોતાના પર જે નાખે તે સ્વીકારી લે. કોઈને ફેંકી ના દે, કોઈનો પણ તિરસ્કાર નહિ, જે આવે તે મારા, જેવા હોય તેવા પણ મારા. પૃથ્વી પર વિણા નાખો તો માટી સાથે મળી ખાતર થઈ ધાન્યોત્પત્તિમાં સહાયક થાય. પૃથ્વી પર મડદું નાખો તે ખુદના ગર્ભમાં લઈ તેની બદબૂ ટાળી ખુદનું સ્વરૂપ આપે. પૃથ્વી પર ફૂલ નાખો તો તેની સુવાસથી મઘમઘી અનેક નવા છોડને પેદા કરે. પૃથ્વી પર ગોટલો નાખો તે આંબારૂપે નવસર્જિત કરે, એક્યાંથી અનેકને પેદા કરે. પૃથ્વી પર ગમે તેટલો ભાર નાખે, તે પણ મનપૂર્વક સહન કરી સદા સૌને ધારણ કરવામાં મસ્ત રહે.
પૃથ્વી અશુદ્ધને શુદ્ધ કરે, અશુદ્ધને ગાળી નવપલ્લિત કરે. પૃથ્વી બીજરૂપે રહેલી શક્તિને વિકસિત કરે. પૃથ્વી ક્યારે પણ કર્તવ્ય ભ્રષ્ટ થાય નહિ. પૃથ્વી ક્યારે પણ બડબડાટ ન કરે – પૃથ્વી કયારે પર્ણ બડાઈ ના કરે. પૃથ્વી ક્યારે પણ માન – અપમાનની વાત ના કરે.
મનક! તારે પણ પૃથ્વી જેવા બનવાનું છે. સહવતમાં કોઈ ક્રોધી, કોઇ માની હોય તો તું તારી સહનશીલતા દૂારા તેમના અવગુણની અશુદ્ધિ દૂર કરજે. સહવતીઓમાં કોઈ મોહી હોય તે શાસ્ત્રના વૈરાગ્યામૃત વડે તેમના જીવનને નવપલ્લવિત કરજે. સહવર્તીએમાં કોઈ બુદ્ધિમાન – પ્રતિભાવાન બાળ સાધુ હોય તો તેના યોગક્ષેમ કરી તેનો કે આધાર બનજે. બાલ વૃદ્ધ ગ્લાનની સેવા કરતાં કયારે પણ મિજાજ ગુમાવતે નહિ, કયારે પણ તેમની ઉપેક્ષા કરતો નહિ. જિનાજ્ઞાને વિચારી હાર્દિકભાવથી તેમની સેવા દ્રારા સહાય કરે તે સાધુ આ, કર્તવ્યધર્મમાં આગળ વધજે.