________________
૪ર. પુઢવી સમે મુણુ હવિજા
માતાપિતા વાત્સલ્ય સાગર હોય છે, ખુદના સંતાન માટે અનેક આશા અને અરમાન હોય છે. બિચારી “મા” તે ગર્ભમાંથી પુત્રના મહાન સ્વપ્ન સેવતી હોય છે અને બાળકને જન્મબાદ પારણામાં પોઢાડતાં પણ પોતાના લાલની ભાવિની યશગાથા ગાતી હોય છે. ' જગતના કોઈ પણ મહાપુરુષને પૂછી આવો : તમે મહાન કેમ બની શક્યા? જવાબ એક જ આવશે, અજ્ઞાત માનસમાં માતાપિતાએ મહાનતાનાં બીજ રોપ્યાં હતાં.
- મહાત્મા પૂ શય્યભવસૂરિ મહારાજ એક એવા પિતાં છે. પત્નીને ગર્ભ રહ્યો એવી સંપૂર્ણ જાણ થતાં પહેલાં પોતે સંયમના માર્ગે વિહરણ પ્રારંભી દીધેલ. બાળક મનક માતાના રાજ્યમાં જન્મ્યો, પોષણ પામ્યો, અને પિતાની ખેજ માટે એકલો અટૂલે નીકળી પડયો. પિતા પુત્રનું મિલન થયું. પિતા જાણે છે, આજે મારો લાડલો છે, પણ પુત્ર હજી જાણતા નથી. મારા પિતા કયાં છે? કોણ છે?
પિતા શોભવસરિ મહારાજ સંયમના જાદુગર છે. તેમના ઉપદેશના જદુએ અનેકના મોહ દૂર કર્યા છે અને પરમાત્માના તારક ચરણમાં કંઈક ભવ્યાત્માને સ્થાપ્યા છે.
પિતાપુત્રનું મિલન અને પૂ. શર્માભવસૂરિ મહારાજની ક્રોસ એકઝામીનેશન શરૂ થઈ. ડોક્ટર વૈદ્ય બની ઘણાની વાઢકાપ કરી
૧૩
A
-